ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરસોમનાથમાં વિદેશથી આવેલા લોકોને તપાસ બાદ હોમ ક્વોરન્ટાઇન કરાયા - latest news of corona virus in gujarat

કોરોના વાઇરસનો કહેર સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે શંકાસ્પદ કેસોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

girsomanath
girsomanath

By

Published : Mar 25, 2020, 1:41 PM IST

ગીર સોમનાથઃ કોરોના વાઇરસના પગલે વિદેશથી પરત આવેલા લોકોની ગીર સોમનાથ જિલ્લામાં કુલ 90ની સંખ્યા નોંધાઇ છે. જેમાં વેરાવળમાં 40 લોકોને આરોગ્યવિભાગ દ્વારા હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

કોરોના વાઇરસનો કહેર સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં 30થી વધુ કેસો નોધાયા છે. સાથે શંકાસ્પદ કેસોની તપાસ હાથ ધરવામાં આવી છે. સરકારના આદેશ મુજબ વિદેશથી પરત આવેલા લોકોની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિમાં કોરોના વાઇરસના કોઇ લક્ષણો જણાય તો હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવે છે. ત્યારબાદ તેમને હોમ ક્વોરન્ટાઈન કરી એટલે કે, ઘરમાં જ કેદ કરી તેમને માસ્ક પહેરવુ, ઘરની બહાર ન નીકળવું લોકોને ન મળવા અંગે જણાવવામાં આવે છે.

ગીરસોમનાથમાં વિદેશથી આવેલા લોકોને તપાસ બાદ હોમ ક્વોરન્ટાઇન કરાયા

આ ઉપરાંત તેમના ઘરે તેમના નામના સ્ટીકર મારવા, તેમના હાથ પર હોમ કોરોનટાઇનનો સિક્કો મારવો અને દિવસમાં ત્રણ વખત ચેકીંગ હાથ ધરવામાં આવે છે. આ સૂચનાનું પાલન નહીં કરનાર પર પોલીસ ફરીયાદની પણ કાર્યવાહી કરવી એવી સૂચના અપાઈ છે. સૂચના મુજબ, ગીર સોમનાથ જિલ્લામાં કુલ 90 લોકો વિદેશથી પરત આવેલા છે. તેમને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. જેમાંથી 40 લોકો તો માત્ર વેરાવળના જ છે અને તમામ લોકો સુરક્ષિત છે. સરકારની તમામ સૂચનાઓનું પાલન કરી રહ્યા છે .

ABOUT THE AUTHOR

...view details