ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરગઢડા તાલુકામાં 4 વર્ષીય બાળક પર દીપડાનો હુમલો

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાળા ગામે સુતેલા 4 વર્ષીય બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો, બાળકના બંન્ને ગાલ અને આંખ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગીરગઢડા તાલુકામાં 4 વર્ષીય બાળક પર દીપડાનો હુમલો
ગીરગઢડા તાલુકામાં 4 વર્ષીય બાળક પર દીપડાનો હુમલો

By

Published : May 23, 2021, 2:05 PM IST

  • ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાળા ગામે 4 વર્ષીય બાળક પર દીપડાનો હુમલો
  • દીપડાનો હુમલાથી બાળકને ગંભીર ઇજાઓ પહોંચી
  • ઇજાગ્રસ્ત બાળકને સારવાર આપી બચાવી લીધો

ગીર સોમનાથઃજિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાળા ગામે સુતેલ 4 વર્ષની બાળક પર દિપડાએ જીવલેણ હુમલો કરી બાળકને બંન્ને ગાલ અને આંખ પર ગંભીર ઇજા પહોંચાડી હતી. 108 સેવા મારફતે બાળકને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ ઘટનાના પગલે હુમલો કરનાર દીપડાને કેદ કરવા વનવિભાગે કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં ખેતરમાં દીપડાના હુમલાથી આધેડનું મોત

4 વર્ષીય બાળક પર દીપડાનો હુમલો

આ હુમલાની ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાળા ગામે મનુભાઈ ગોહિલના ઘરની ઓસરીમાં તેમના પત્ની સાથે સુતેલ 4 વર્ષીય બાળક શિવ પર ગતરાત્રીના 1 વાગ્યે એકા એક જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલામાં બાળક શિવને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ પણ વાંચોઃમહુવાના કસણ ગામે દીપડાનો હુમલો, મહિલાનું મોત

ઇજાગ્રસ્ત બાળકને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપાઇ

આ હુમલાની પરીવારજનો દ્વારા ઈમરજન્સી 108ને બોલાવાઇ હતી. જેના પગલે 108 ના સ્ટાફ જગદીશ મકવાણા તુરંત ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ સાથે પહોંચ્યા હતા તાત્કાલીક સ્થળ પર જ ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી ઇજગ્રસ્ત બાળકને નજીક કોડીનાર હોસ્પિટલએ વધુ સારવાર અર્થે લઈ જવામાં આવેલું હતો. આમ 108 ના સ્ટાફએ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ સમય સુચકતા વાપરી ઇજાગ્રસ્ત બાળકને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી બચાવી લીધો હતો. 108 સ્ટાફની કામગીરીને બાળકના પરીવારજનોએ આવકારી હતી. આ હુમલાની બાદ ઘટનાસ્થળે પહોંચેલ વન વિભાગના આર.એફ.ઓ. એન.એમ.પટેલએ સ્ટાફ સાથે તપાસ હાથ ધરી આદમખોર દિપડાને કેદ કરવા શોધખોળ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details