ગુજરાત

gujarat

ETV Bharat / state

Etv Special: પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના સ્વજનો વેઠી રહ્યાં છે અનેક વેદનાઓ... - માછીમારો પાકિસ્તાનમાં કેદ

ગીર સોમનાથ: તાજેતરમાં નવા વર્ષે ભારત અને પાકિસ્તાન સરકારે પરસ્પર એકબીજા દેશોની જેલમાં કેદ માછીમારોની યાદી મોકલી છે. જેમાં પાકિસ્તાનની જેલમાં કેદ 250 જેટલા ભારતીય માછીમારોમાંથી આશરે 100 જેટલા માછીમારો માત્ર ગીર સોમનાથ જિલ્લાના છે. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના પરિવારો માટે જીવન કંટાળો રસ્તો બન્યું છે. જ્યારે સમુદ્રમાં માછીમારમાં પાકિસ્તાન નેવી દ્વારા પકડાય છે, ત્યારે તેમના નાના બાળકો આજે પિતાને ઓળખી નથી શકતા. તો માછીમારોના પાકિસ્તાનમાં કેદ થવાથી પરિવારના વડીલો અને મહિલાઓ ગુજરાન ચલાવવા મજૂરી કરવા મજબુર બને છે.

Gir somnath
ગીર સોમનાથ

By

Published : Jan 2, 2020, 10:15 PM IST

હાલમાં 250 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. ત્યારે તેમના પરિવાર દુઃખના ડુંગર તળે જીવી રહ્યાં છે. ઘરના વડીલો અને મહિલાઓએ મજૂરી કરી ગુજરાન ચલાવવું પડે છે, તો નાના બાળકો 2 વર્ષથી જેલમાં કેદ પોતાના પિતાને પણ ઓળખી નથી શકતા. ગિર સોમનાથના 100 જેટલા માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં છે, જેમાંના મોટા ભાગના ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ માછીમારો છે. માછીમારના પરિવાર સરકારને વિનંતી કરી રહ્યાં છે કે, પાકિસ્તાનની જેલમાં કેદ તેમના સ્વજનોને સરકાર વહેલી તકે મુક્ત કરાવે.

પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોના સ્વજનો વેઠી રહ્યાં છે અનેક વેદના.

ABOUT THE AUTHOR

...view details