- જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે ભાજપના સભ્યો બિનહરીફ થશે
- તાલુકા પંચાયતમાં કોંગી સભ્યો સામે ભાજપના સભ્યોએ ઉમેદવારી નોંઘાવતા રાજકીય ગરમાવો
- કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી કોંગ્રેસના ઉમેદવારોનો વિજય નિશ્ચિત
ગીર સોમનાથ:જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે ભાજપના સભ્યો બિનહરીફ થશે. જયારે કોંગ્રેસની બહુમતી વાળી 2 તાલુકા પંચાયતો પૈકી 1માં કોંગ્રેસના બિનહરીફ જયારે બીજી તાલુકા પંચાયતમાં કોંગી સભ્યો સામે ભાજપના સભ્યોએ ઉમેદવારી નોંઘાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જોકે, સુત્રાપાડા તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી હોવાથી કોંગ્રેસના ઉમેદવારોનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.
જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત પર ભાજપનો બહુમતી સાથે કબજો
ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત પર ભાજપનો બહુમતી સાથે કબજો છે. 2 તાલુકા પંચાયત પર કોંગ્રેસનો બહુમતી સાથે કબજો છે. જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થશે. આ ચૂંટણીમાં આજે ઉમેદવારી નોંધાવાનો દિવસ હતો. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપના રામીબેન વાજા અને ઉપપ્રમુખ પદે નીતાબેન દિલીપભાઈ મોરીએ ઉમેદવારી નોંઘાવેલી જેની સામે અન્ય કોઇએ ઉમેદવારી નોંઘાવી ન હોવાથી બંને બિનહરીફ જાહેર થશે.
આ પણ વાંચો:જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ