વેરાવળ - પાછલા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રનો સૌથી મોટા રોજગારી આપતા અને રાજ્ય તેમજ દેશની સરકારને વિદેશી હૂંડિયામણ પૂરું પાડતો માછીમારી ઉદ્યોગ પાછલા ઘણા વર્ષોથી મુશ્કેલીમાં સપડાતો જાય છે ત્યારે આ વર્ષે માછીમારીની સિઝન સમય કરતા બે મહિના પૂર્વે પૂરી થઈ હતી. જેને લઇને માછીમારીમાં ખૂબ ચિંતા જોવા મળી રહી છે અને આવતા વર્ષે માછીમારીની સીઝન શરૂ થશે કે કેમ તેને લઈને માછીમારોમાં શંકાઓ ઉદ્ભવી રહી છે.
ગત વર્ષની સીઝન બે મહિના પૂર્વે જ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો રોજગારીનું સૌથી મોટું માધ્યમ છે -માછીમારી ઉદ્યોગ થકી સ્થાનિક રોજગારીની સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિદેશી હૂંડિયામણ એક માત્ર ઉદ્યોગ પૂરો પાડી રહ્યું છે. આ પરિસ્થિતિની વચ્ચે પાછલા કેટલાય વર્ષોથી માછીમારી ઉદ્યોગ મૃતપાય બનવા તરફ આગળ વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વેરાવળ પોરબંદર મુળ દ્વારકા માંગરોળ નવાબંદર સહીત ઘણા નાના બંદરો પર માછીમારીનો વ્યવસાય ખૂબ જ સફળતાપૂર્વક ચાલતો હતો. પરંતુ પાછલા કેટલાક વર્ષો દરમ્યાન આવી રહેલા વાવાઝોડા અને માછીમારી ઉદ્યોગને પડી રહેલી અનેક સમસ્યાઓને કારણે આ ઉદ્યોગ આજે ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાં ફસાતો જાય છે જેની ચિંતા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો અને માછીમાર ઉદ્યોગકારોને સતાવી રહી છે. ગત વર્ષની સીઝન બે મહિના પૂર્વે જ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી આવી પરિસ્થિતિની વચ્ચે નવી સિઝન શરૂ થશે કે કેમ તેને લઈને માછીમારો ચિંતિત બની રહ્યા છે.
આ પણ વાંચો - Fishermen relief package: વાવાઝોડા બાદ જાહેર કરાયેલ રાહત પેકેજની રાહે માછીમારો
માછીમારોની સાથે ઉદ્યોગકારો પણ થયા છે ચિંતિત-ગત માછીમારીની સિઝન દરમિયાન વાવાઝોડાથી લઈને કોરોનાનું સંક્રમણ આ તમામ વિપરીત પરિસ્થિતિ વચ્ચે માછીમારી ઉદ્યોગ ખૂબ જ સંકડામણમાં જોવા મળ્યો હતો. અધૂરામાં પૂરું પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા ભારતીય બોટની લાલચમાં માછીમારોનું અપહરણ કરીને બોટ પર કબજો કરી દેવાના કારસા સાથે માછીમારોને માછીમારી દરમિયાન મુશ્કેલ પરિસ્થિતિમાં નાખી રહ્યા છે. વાવાઝોડા બાદ પાકિસ્તાનની મુશ્કેલી અને ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજને લઇને આક્રોશ વેરાવળના સ્થાનિક માછીમારોમાં છે.
આ પણ વાંચો - Valsad fishermen: ડીઝલના ભાવો વધતા માછીમારની હાલત કફોડી, સબસિડી બાદ કરતાં પણ ડીઝલ મોંઘું
નવી સીઝન પર લાગી રહ્યું છે ચિંતાનું ગ્રહણ - આવતા વર્ષની માછીમારીની સિઝન શરૂ થશે કે કેમ તેને લઈને માછીમારો પર ચિંતારૂપી ગ્રહણ જોવા મળી રહ્યું છે. એક તરફ સતત વધી રહેલા મોંઘવારીને કારણે માછીમારી ઉદ્યોગને ટકાવી રાખવું ખૂબ મુશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં સતત વધી રહેલા ડીઝલના ભાવને કારણે પણ માછીમારી ખૂબ જ મોંઘી બની રહી છે. અધૂરામાં પૂરું કોરોના ને કારણે હજુ સુધી વિદેશોમાં માછલીઓની નિકાસને પૂરતો વેગ મળતો નથી અને જે માછલી ઓની નિકાસ વિદેશમાં થઈ રહી છે તેના રુપિયા માછીમારો અને માછીમાર ઉદ્યોગકારો સુધી સમય રહેતા પહોંચતા નથી. જેને કારણે માછીમારોની સાથે માછીમાર ઉદ્યોગકારો પણ ખૂબ મોટા આર્થિક સંકળામણમાં જોવા મળી રહ્યા છે જેને કારણે આવતા વર્ષે માછીમારીની નવી સિઝન શરૂ થશે કે કેમ તેને લઈને માછીમારો ચિંતિત બની રહ્યા છે.