ગીરસોમનાથ -જિલ્લાના તાલાળા તાલુકાનુા ભાલછેલ ગામના યુવાન (Geer Somnath Bhalchhel village) અને પ્રગતિશીલ ખેડૂત સુમિત જારીયાએ કેરીના સંશોધનમાં ખૂબ જ મહેનત કરી છે. આંબાવાડિયામાં વિદેશથી લઈને દેશ અને સૌરાષ્ટ્રમાં થતી 60 કરતાં વધુ જાતોના આંબાના વાવેતરમાં સફળતાની વાત ઈટીવી ભારત આપને દર્શાવી ચૂક્યું છે. ત્યારે વધુ એક સફળતાની વાત પણ જણાવીએ છીએ. કૃષિક્ષેત્રના અનુસ્નાતક સુમિત અને તેનો પરિવાર ગીર વિસ્તારમાં પરંપરાગત રીતે આંબાવાડિયાની ખેતીમાં (Bhalchhel Mango Farmer) જોડાયેલો છે. પાંચમી પેઢીથી ચાલતો આવતો આંબાવાડિયાનો કૃષિક્ષેત્રનો વ્યવસાય આજે આધુનિક અને સંશોધનના રૂપમાં પરિણમ્યો છે. આંબાવાડિયામાં ફુલછોડના કુંડામાં વાવવામાં આવેલા આંબાના ઝાડ (Mango cultivation in flower pots) પર આજે ચાર વર્ષની મહેનત બાદ કેરી (Mango Tree in Pot ) લાગેલી જોવા મળી રહી છે.
ફૂલછોડના કુંડામાં આંબાનું વાવેતર આ પણ વાંચોઃ Foreign Mango : કેસરી અને કેસર બાદ ગીરમાં જોવા મળશે ટોમી એટકિન્સ મહાચીનોક માયા અને કીટ
ફુલછોડના કુંડમાં વાવેલા આંબામાં કેરી આવી - સામાન્ય રીતે આંબાનું વૃક્ષ ખૂબ મોટું અને વિશાળ ઘેરાવો ધરાવતું હોય છે પરંતુ સુમિત જારીયાએ (Bhalchhel Mango Farmer) ફુલછોડના મોટા કૂંડામાં વાવી શકાય તેવા આંબાની જાતોને (Mango Tree in Pot ) તૈયાર કરી છે. પાંચ વર્ષ સુધી સતત નિરીક્ષણને અંતે આજે કુડાંમા વાવેલા આંબામાં કેરીઓ જોવા મળી રહી છે. આ વિચાર ટેરેસ ગાર્ડનમાં ખેતીને (Farming in Terrace Garden) પણ પ્રાધાન્ય આપી રહ્યો છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના ભાલછેલમાં હવે વિશ્વમાં પાકતી સૌથી મોંઘી કેરીનું થઈ રહ્યું છે વાવેતર
ટેરેસ ગાર્ડનમાં વિવિધતા -સામાન્ય રીતે ઘરમાં ફૂલછોડના કુંડા હોય છે, પરંતુ ટેરેસ ગાર્ડનમાં ખેતી (Farming in Terrace Garden) ની વિવિધતા લાવવા માટે કુંડામાં આંબાનું વાવેતર કરી (Bhalchhel Mango Farmer)અને તેમાં કેરીઓ લાવી શકાય તેમ છે. દેખાવમાં આ કેરી અન્ય કેરીના કદ કરતા ચોક્કસપણે નાની જોવા મળે છે પરંતુ આ કેરી (Mango Tree in Pot ) માત્ર દેખાવ પૂરતી નથી તેનો ટેસ્ટ એકદમ અસલ કેરી જેવો લાગે છે.