જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભાલછેલ ગામના યુવાન પ્રગતિશીલ ખેડૂત સુમિત જારીયાએ દેશી વિદેશી જાતિના અનેક આંબાનું વાવેતર કર્યું છે. કેટલાક વર્ષોથી કેરીની ખેતીમાં વિવિધતા લાવવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય આંબાની જાતો આપણા વિસ્તારમાં થઈ શકે તે માટે સુમિત જારીયાએ ખૂબ પ્રયાસો કર્યા છે. આજે તેમના આંબાવાડીયામાં કેરીની વિદેશી જાતો સહિતના અનેક આંબાઓ જોવા મળી રહ્યા છે, જેમાં કેટલાક આંબાઓ પ્રારંભિક દ્રષ્ટિએ ફળ આપતા પણ જોવા મળે છે.
પ્રગતિશીલ ખેડૂત સુમિત જારીયાની મહેનત રંગ લાવી રહી છે યુવાન ખેડૂતે કેરીની ખેતીમાં અપનાવ્યોઆંતરરાષ્ટ્રીય માર્ગ : જૂનાગઢ જિલ્લાના ભાલછેલ ગામમાં યુવાન અને પ્રગતિશીલ ખેડૂત સુમિત જારીયાએ આંબાની ખેતીમાં આંતરરાષ્ટ્રીય માર્ગ અપનાવ્યો છે. કૃષિ વિષયક અભ્યાસ કર્યા બાદ સુમિત જારીયાએ પોતાની વારસાગત આંબાની ખેતીમાં ઝંપલાવ્યું છે અને આજે ગુજરાત સહિત ભારત અને વિશ્વના અનેક દેશોમાં થતી અને ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત આંબાનું વાવેતર કરવાની દિશામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેમના આંબાવાડીયામાં ગુજરાતની સાથે ભારતના અન્ય રાજ્યો અને અમેરિકા ઇન્ડોનેશિયા જાપાન થાઈલેન્ડ કેનેડા સહિતના દેશોમાં જોવા મળતા આંબાના ઝાડનું પણ સફળતાપૂર્વક વાવેતર કર્યું છે. હાલ આ વાવેતર અજમાયશી ધોરણે જોવા મળે છે. પરંતુ આગામી દિવસોમાં જો સફળતા મળશે તો કહી શકાય કે વિશ્વની સૌથી મોંઘી જાપાનની મિયાઝાકી કેરી ભાલછેલમાં થતી જોવા મળશે.
આ પણ વાંચો Foreign Mango : કેસરી અને કેસર બાદ ગીરમાં જોવા મળશે ટોમી એટકિન્સ મહાચીનોક માયા અને કીટ
સમગ્ર વિશ્વમાં 2000 જાતના આંબા :સમગ્ર વિશ્વમાં 2000 કરતા વધુ જાતના આંબાની ખેતી થાય છે તે પૈકી 1000 કરતાં વધુ આંબાની અલગ અલગ વેરાઈટીઓની ખેતી એકમાત્ર ભારત દેશમાં થાય છે. ભારતમાં થતી તમામ પ્રકારની કેરી સ્વાદ સોડમ અને કદને લઈને અલગ તરી આવે છે. જેને કારણે સમગ્ર વિશ્વમાં એક માત્ર ભારત દેશમાં આંબાની ખેતીની જાહોજહાલી જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પણ આજે કેસર સહિત 20 કરતાં વધુ જાતની કેરી આજે પણ જોવા મળે છે. રાજા રજવાડાઓની પસંદના આંબાની ખેતી પણ સૌરાષ્ટ્રના ગીર કાંઠાના ગામોમાં આજે અડીખમ જોવા મળે છે. જેને કારણે ગીરને કેરીનું રજવાડું પણ કહેવામાં આવે છે.
ગીરની ધરતી પર વિદેશી કેરીઓનું આંબાવાડિયું ભાલછેલમાં દેશી વિદેશી આંબાઓની જમાવટ : કૃષિ વિષય સાથે અભ્યાસ કરેલા સુમિત જારીયાએ પોતાની પારંપરિક આંબાની ખેતીમાં ઝંપલાવાને લઈને ઈ ટીવી ભારત સાથે વાતચીત કરી હતી. તેમને જણાવ્યું હતું કે આપણા વિસ્તારમાં થતી તમામ દેશી અને હાઇબ્રીડ જાતની કેરીઓ સ્વાદ સોડમ અને તેના કલરને લઈને આજે પણ અલગ જોવા મળે છે. વિદેશમાં થતી કેરીઓ પણ આપણે ત્યાં શા માટે ન થઈ શકે તેવા વિચારને લઈને આજે સુમિત જારીયાએ તેમના ફાર્મ હાઉસમાં જાપાન અમેરિકા ઈન્ડોનેશિયા કેનેડા ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના દેશોમાં થતી કેરીના આંબાની જાતોનું વાવેતર કર્યું છે. જેમાં સફળતા મળશે તો એવું કહી શકાય કે ભાલછેલમાં પણ અમેરિકાની ટોમી એટકીન્સ કે જાપાનની મિયાઝાકી કેરી આબા પર જોવા મળશે.
આ પણ વાંચો જૂનાગઢના ભાલછેલમાં હવે વિશ્વમાં પાકતી સૌથી મોંઘી કેરીનું થઈ રહ્યું છે વાવેતર
જાપાનની મિયાઝાકી સૌથી મોંઘી કેરી : સમગ્ર વિશ્વમાં ભાવની દ્રષ્ટિએ સૌથી અમૂલ્ય કહી શકાય તેવી જાપાનની મિયાઝાકી કેરીનું નામ આવે છે. પ્રારંભિક દિવસોમાં અઢી લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મિયાઝાકી કેરીના ખરીદદારો જોવા મળે છે. જાપાનના લોકો ગિફ્ટ આપવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે તેમાં પણ ફળને ગિફ્ટ તરીકે આપવા માટે તેઓ અમૂલ્ય તક ચૂકતા નથી. ત્યારે પ્રારંભિક તબક્કામાં આવેલી મીયાઝાકી કેરી ગિફ્ટ આપવા માટે લોકો ખરીદે છે જેથી તેની બજાર કિંમત અઢી લાખ રૂપિયાની આસપાસ પ્રતિ કિલોએ જોવા મળે છે. જે આજે પણ વિશ્વની સૌથી મોંઘી કેરી તરીકે ઓળખાય છે. જેનું વાવેતર પણ ભાલછેલમાં કર્યું છે. સફળતા મળશે તો જાપાનની મિયાઝાકી કેરી ગીરમાં જોવા મળશે.
દેશીવિદેશી અનેક કેરીઓનો ખજાનો :સુમિત જારીયાએ તેમના આંબાવાડીમાં અમેરિકા ઈન્ડોનેશિયા જાપાન થાઈલેન્ડ મેક્સિકો સહિત ભારતની નૂરજહાં રજવાડી દૂધપંડો ખોડી ગીરીરાજ શ્રાવણીયો જમરૂખિયો કોહીતૂર બજરંગ બારમાસી અરુણિકા અંબિકા ઉષા અરુણિમા મનોહરી લાલીમા ઉષા આમ્રપાલી ઉષા મલીકા જેવી કેરીઓનું વાવેતર કરવાની દિશામાં પણ હકારાત્મક અભિગમ ધરાવે છે. આવનારા દિવસોમાં ભાલછેલનું આંબાવાડીયુ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વમાં થતી કેરીઓના આંબાના મ્યુઝિયમ તરીકે પણ ઓળખાતું જોવા મળશે.