- વિક્રમ સંવત 2077ના પેહલા દિવસે સોમનાથમાં યાત્રીઓનુ માનવ મહેરામણ
- કોરોનાથી સંસારનું રક્ષણ કરવા ભાવિકોએ કરી પ્રાર્થના
- સોમનાથ મહાદેવના દ્વારે કોરોના સામે લોકોએ વિજય અપાવવા કરી માગ
સેમનાથ: વિક્રમ સંવંત 2077ના નવા વર્ષે સોમનાથ તીર્થમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ભાવીકો ઊમટ્યાં હતા. સૌએ વિશ્વકલ્યાણ સાથે મહામારીમાંથી દાદા સૌને મુક્ત કરે તેવી પ્રાર્થના કરી હતી. મહામારી વચ્ચે સોમનાથ મંદીરે આજે વહેલી સવારથી ભાવીકો ઊમટ્યાં હતાં અને સવારથી જ મંદીર બહાર ભક્તોની કતારો જોવા મળી હતી.