ગીર સોમનાથ: પંડિત દીન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વેરાવળમાં 460 બ્લોકની સુંદર સોસાયટી બનાવવામાં આવી હતી. જેનું 2017માં ધામધુમપૂર્વક લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતુ. ત્યારે 450 જેટલા ગરીબ પરીવારોમાં પણ ભારે ઊત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ આ આવાસનું લેવલ અને ગટર સેફ્ટીના ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા જ આવાસ નિગમ ભુલી ગયું હતું.
ગીર સોમનાથ: વેરાવળ સરકારી આવાસ બન્યા નર્કાગાર - Lack of facilities in Veraval Government Housing
ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં ઘરના ઘરનું ગરીબોનું સપનું દર્દનું ઘર બની ગયું છે. પંડિત દીન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ આવાસ તો બનાવવામાં આવ્યા હતા. પરંતુ ગટરનો નિકાલ ભુલાઇ જતા લોકો નર્કાગારની યાતના ભોગવી રહ્યા છે. તેમજ તંત્રના ઠાલાં આશ્વાસનોથી 450 પરિવારો કંટાળ્યા છે.
ગીર સોમનાથ : વેરાવળ સરકારી આવાસ બન્યા નર્કાગાર
અહી આવાસમાં ભારે ગંદકીથી લોકો પરેશાન થયાં છે. અહીની ગટર સેફ્ટીનું પાણી ચોમેર ભરાયેલું રહેતા મચ્છરોનો ત્રાસ પણ ભારે છે. અહી 27 બિલ્ડિંગમાં 450 પરીવારો રહે છે. પરંતુ ગટરનો નિકાલ હજી સુધી કરવામાં આવ્યો નથી. જેથી સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે.
આ આવાસમાં 450 પરીવારોના 1500 થી વધુ લોકો નર્કાગારની સ્થિતિમાં દિવસો વિતાવી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે આવાસમાં રહેતા ગરીબ પરીવારો આ પાણી વચ્ચે રહેવા મજબુર છે.