ગીર સોમનાથ : જિલ્લાના તાલાલા તાલુકાના માધુપુર ગામે દીપડાના હુમલાનો ભોગ બનેલ યુવકે સદનસીબે દીપડાનો યોગ્ય પ્રતિકાર કરી મોત પર વિજય મેળવ્યો પણ સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ હોસ્પિટલમાં એક્સ-રે મશીન ન ચાલતું હોવાથી તેમજ હડકવાની રસી જેવું સામાન્ય ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાના કારણે યુવક અને તેના સ્વજનોએ કલાકો સુધી શહેરમાં દવા શોધવી પડી હતી.
દીપડાના હુમલાના ભોગ બનેલ યુવકને સરકારી હોસ્પિટલમાં હાલાકીનો કરવો પડ્યો સામનો - ગીર સોમનાથ હોસ્પિટલમાં સુવિધાના અભાવ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના માધુપુર ગામે દીપડાના હુમલાનો ભોગ બનેલ યુવકે દીપડાનો પ્રતિકાર કરી મોત પર વિજય મેળવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં સુવિધાના અભાવે યુવક અને તેના સ્વજનોએ કલાકો સુધી શહેરમાં દવા શોધવી પડી હતી.
ગીર સોમનાથ
ત્યારે દોઢ કલાકની મેહનતે ઇન્જેક્શન મળ્યા બાદ યુવકને આપવામાં આવ્યા હતા. તેમજ તેની પ્રાથમિક સારવાર કરી તેને રજા આપવામાં આવી હતી. પણ આ પરિસ્થિતિમાં જો કોઈ ગરીબ પરિવાર કે વ્યક્તિ મુકાઇ તો તેમની શું હાલત થાય તે વિચારવું જરૂરી બને છે.