જાણો...ગીરસોમનાથની ફળદાયી મિશ્ર જાતની નાળિયેરીની ખેતી વિશે... - નાળિયેરી
ગીરસોમનાથ: તાલુકાના વાવડી-આદ્રી ગામના ખેડૂત ખેતી નિષ્ણાંત પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવીને મિશ્ર જાતની નાળીયેરીની ખેતી કરી છે. જે સામાન્ય નાળીયેરી કરતાં વધુ ઉપયોગી અને બમણી ફળદાયી છે. આમ, ખડૂતોએ ખેતીમાં નવીન પ્રયોગ કરીને પોતાની આવકમાં વઘારો કર્યો છે.
જાણો...ગીરસોમનાથની ફળદાયી મિશ્ર જાતની નાળિયેરીની ખેતી વિશેનો રસપ્રદ અહેવાલ
મોટાભાગે ખેડુતો સામાન્ય નાળીયેરીની ખેતી કરી કમાણી કરે છે. ત્યારે નગાભાઈ રામે મહુવાના ખેત નિષ્ણાંત પાસેથી માહિતી મેળવી મિશ્ર જાતિની નાળીયેરીની ખેતી કરી છે. આ ડી.ટી નાળિયેરીનો છોડ 24 મહીને તૈયાર થાય છે. જે ઓછા ખર્ચે ખેડૂતો વધુ નફો મેળવી આપે છે. જેથી નગાભાઈ બીજા ખેડૂતોભાઈઓને પણ આ સફળ પ્રયોગને અનુસરવા માટે જણાવી રહ્યાં છે.