ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ મંદિરમાં ભક્તોએ વરસાવ્યો દાનનો વરસાદ, જાણો કેટલું મળ્યું દાન - Somnath temple history

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા દેશના પહેલા જ્યોતિલિંગ સોમનાથ મહાદેવને આ વર્ષે જબરદસ્ત (Shravan Month 20220 આવક થઈ છે. મળતી માહિતી પ્રમાણે, સોમનાથ મહાદેવ મંદિરની વાર્ષિક આવક 5 કરોડ 90 લાખ રૂપિયાને પાર પહોંચી છે. આ વર્ષે 12 કરોડ 85 લાખ જેટલા લોકોએ સોશિયલ મીડિયા અને પ્રત્યક્ષ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. somnath temple, donation income in Somnath temple, Somnath Jyotirling Temple

સોમનાથ મંદિરમાં ભક્તોએ વરસાવ્યો દાનનો વરસાદ, જાણો કેટલું મળ્યું દાન
સોમનાથ મંદિરમાં ભક્તોએ વરસાવ્યો દાનનો વરસાદ, જાણો કેટલું મળ્યું દાન

By

Published : Sep 1, 2022, 6:19 PM IST

ગીર સોમનાથપવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવ (Somnath temple)પર શિવ ભક્તોની કૃપા વિશેષ પ્રમાણમાં જોવા મળી છે. પાછલા બે વર્ષ દરમિયાન કોરોનાને કારણે દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો જેને કારણે મંદિરને દાનની આવકમાં(donation income in Somnath temple) કોઈ નોંધપાત્ર વધારો થયો ન હતો. આ વર્ષે 12 કરોડ 85 લાખ જેટલા લોકોએ સોશિયલ મીડિયા અને પ્રત્યક્ષ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ એક માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટને વિવિધ દાન મારફતે 5 કરોડ 90 લાખ રૂપિયાની આવક થઈ હતી.

મહાદેવના 12 કરોડ 85 લાખ ભાવિકોએ કર્યા દર્શનપવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી કરોડો ભક્તોએ કર્યા છે. 10 લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવ મંદિર આવીને પ્રત્યેક દર્શનનો લાભ લીધો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી 12 કરોડ 75 લાખ જેટલા ભક્તોએ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી સોમનાથ મહાદેવના દર્શન કરીને પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરી હતી.

મહાદેવની તિજોરી છલકાઈ

સવા લાખ બિલ્વ પૂજાશ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં પાલખીયાત્રા માસિક શિવરાત્રી શિવ મહાપૂજા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોમાં શિવ ભક્તોની હાજરી સવિશેષ પ્રમાણમાં જોવા મળી હતી. 390 જેટલી ધ્વજા પૂજા કરવામાં આવી હતી. 510 શિવ ભક્તોએ સોમેશ્વર મહાપૂજામાં ભાગ લીધો હતો. સોમનાથ આવેલા 84 શિવ ભક્તોએ સવા લાખ બિલ્વ પૂજામાં પોતાની સહભાગીતા દર્શાવીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરી હતી, તો બીજી તરફ 16000 88 ભક્તોએ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતીઓ આપી હતી અને સમગ્ર માસ દરમિયાન 3,37,848 શિવ ભક્તોએ અન્ય યજ્ઞ આહુતિઓ આપીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચોસોમનાથ જ્યોર્તિલીંગના ઓનલાઈન દર્શન કરતા ભાવિકોની સંખ્યા કરોડને પાર

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવની તિજોરી છલકાઈસમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા વિવિધ પૂજા વિધિ ડોનેશન સ્વરૂપે રોકડ ઈ પેમેન્ટ દ્વારા 2 કરોડ 37 લાખની રકમ દાનના રૂપમાં અર્પણ કરાઈ હતી. 30 લાખ 23000ની કિંમતના ચાંદીના સિક્કા કેજે ઘરે પૂજા વિધિ માટે ઉપયોગમાં લેવાય છે તેની ખરીદી શિવ ભક્તોએ સોમનાથ મંદિર ટ્રસ્ટ પાસેથી કરી હતી. સોમનાથ મહાદેવનો પ્રસાદ પ્રત્યેક શિવભક્તના પરિવારજનોને ઘરે મળી શકે તે માટે પાછલા શ્રાવણ માસ દરમિયાન 3 કરોડ 23 લાખ રૂપિયાના પ્રસાદની ખરીદી પણ શિવભક્તોએ સોમનાથ મંદિર ટ્રસ્ટ પાસેથી કરી હતી. સોમનાથ મંદિરના પ્રસાદ પૂજા વિધિ અન્ય ડોનેશન અને ચાંદીના સિક્કાની ખરીદી મળીને કુલ દાનની આવક શ્રાવણ માસ દરમિયાન 5 કરોડ 90 લાખ જેટલી થવા પામી હતી.

આ પણ વાંચોસોમનાથ મહાદેવ પર દરરોજ સવા લાખ બિલ્વપત્રનો થઈ રહ્યો છે અભિષેક

દેશ અને રાજ્યના અગ્રણીઓએ પણ કર્યા સોમનાથ મહાદેવના દર્શનશ્રાવણ માસ દરમિયાન શિવભક્તોના દર્શન અને મંદિર ટ્રસ્ટને વિવિધ દાન મારફતે થયેલી આવક અંગે ETV Bharat સાથે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સમગ્ર માહિતી પૂરી પાડી હતી. વધુમાં તેમને જણાવ્યું હતું કે પાછલા શ્રાવણ માસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યસભાના સાંસદ પ્રકાશ જાડેકર પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળા સહિત વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્ય અને રાજ્ય સરકાર ના પ્રધાનોએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધ્વજા પૂજા મહાપુજા સહિત ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈને પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details