ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘોકડવા નજીક રસ્તા પર કેસરી સિંહની લટાર - Narasimha is often seen in public

ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના ઘોકડવા ગામ નજીક ભાગ્‍યે જ જાહેરમાં જોવા મળતો કેશવાળી વાળો નરસિંહ રસ્‍તા પર લટાર મારતો જોઇ વિદ્યાર્થીઓ રોમાંચિત થયા હતા. સવારે ઘોકડવા નજીક એક સ્‍કૂલ બસ જઇ રહી હતી ત્યારે સિંહ લટાર મારતો જોવા મળતા કોઇએ સિંહ દર્શનના દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા.

કેશવાળી વાળો નરસિંહ
કેશવાળી વાળો નરસિંહ

By

Published : Feb 16, 2021, 12:53 PM IST

  • ઘોકડવા નજીક રસ્તા પર લટાર મારતો કેશવાળી વાળો નરસિંહ
  • વિદ્યાર્થીઓની બસ પસાર થતી વેળા સિંહ દર્શનના રોમાંચક દ્રશ્યો નિહાળી અભિભુત થયા
  • સ્કૂલ બસમાંથી નર કેસરીને નિહાળી વિદ્યાર્થીઓ બન્યા રોમાંચિત

ગીર-સોમનાથ : જિલ્‍લાના ગીરગઢડા તાલુકાના ઘોકડવા ગામ નજીક વનરાજા રસ્‍તા પર લટાર મારતા હોવા અંગે મળતી માહિતી અનુસાર આજે સવારે આઠેક વાગ્‍યાના અરસામાં વિદ્યાર્થીઓ ભરેલી એક ખાનગી બસ ઘોકડવાથી આગળ જઇ રહી હતી. ત્‍યારે રસ્‍તામાં ઘોકડવ નજીક પાણી ગાળો તરીકે ઓળખાતા વિસ્‍તારમાં જંગલના રાજા સિંહ રસ્‍તાની સાઇડમાં કાચા માર્ગ પર લટાર મારતો હતો. જેના પર બસમાં બેઠેલા વિદ્યાર્થીઓનું ઘ્‍યાન ગયેલું હતું. જેથી બસના ચાલક સહિત વિદ્યાર્થીઓનેે સિંહ દર્શનના રોમાંચક દ્રશ્યો જોવાનો મફતમાં લ્‍હાવો મળયો હતો. જે નિહાળી તમામ આનંદિત થઇ ગયા હતા.

કેશવાળી વાળો નરસિંહ


કેશવાળી વાળો નરસિંહ ભાગ્‍યે જ જાહેરમાં જોવા મળે

ઘોકડવાના જે વિસ્‍તારમાં સવારે સિંહ જોવા મળ્યો હતો. તે વિસ્‍તારમાં વસવાટ કરતા સિંહોનું ગ્રુપ પાણી પીવા માટે આવતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. કેશવાળી વાળો નરસિંહ ભાગ્‍યે જ જાહેરમાં જોવા મળતો હોવાનું પણ વઘુમાં જણાવ્યું હતું. છેલ્‍લા થોડા સમયથી સિંહો વારંવાર ગીર જંગલની બોર્ડરના ગામડાઓના વિસ્‍તારો અને માર્ગો પર લટાર મારતા અને ખોરાકની શોધમાં ચડી આવેલા જોવા મળે છે. આવાા દ્રશ્યો ગીર સોમનાથ જિલ્‍લાના જંગલ વિસ્‍તારની આસપાસ નિયમિત જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details