સોમનાથ ખાતે પધારેલા કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાનું સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓએ સહપરિવાર સાથે સોમનાથ મંદિરની સામે આવેલ અહલ્યાબાઈ મંદિર જે જુના સોમનાથ તરીકે ઓળખાય છે. ત્યાં, પરિવાર સહિત પૂજા અર્ચના કરી હતી. તેમજ શિવજીનો અભિષેક પણ કર્યો હતો. સાથે જ તેમણે સોમનાથને મર્દાનગીની ભૂમિ ગણાવી હતી. કે જ્યાં વિધર્મીઓ દ્વારા આક્રમણને રોકવા ક્ષત્રીઓ સહિત બ્રહ્મણોએ પણ શસ્ત્રો હાથમાં લીધા હતા. ત્યારે, તેમણે સોમનાથની ભૂમિને વિશેષ ગણાવી હતી.
કાશ્મીરનું કામ પુરૂ બાકીનું હવે પુરુ થશે: વજુભાઈ વાળા
ગીર સોમનાથ: શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા કર્ણાટકના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણાંપ્રધાન વજુભાઇ વાળા સહપરિવાર સાથે સોમનાથ ખાતે આવેલા હતા. તેમણે સોમનાથ મંદિર સમીપે જુના સોમનાથ તરીકે ઓળખાતા અહલ્યાબાઈ મંદિરે સહપરિવાર સાથે પુજા અર્ચના કરી હતી. તેમજ સોમનાથ મંદિરમાં આરતીમાં હાજરી આપી હતી. આ તકે તેઓએ બદ્રીનાથ અને કેદારનાથના આશીર્વાદથી કાશ્મીરમાં બાકી રહેલું કામ વહેલી તકે પૂરું થશે તેવી આસ્થા વ્યક્ત કરી હતી.
Gir somnath
કાશ્મીર મુદ્દે પૂછવામાં આવતા વજુભાઈએ માર્મિક રીતે POK વિશે કહ્યું કે, બદ્રીનાથ અને કેદારનાથની ઈચ્છાથી તેઓએ આપણી પાસે બધું કરાવ્યું છે. અને તેજ આપણા મારફત બાકી રહેલુ કામ પૂરું કરાવશે તેવી તેમણે આસ્થા વ્યક્ત કરી હતી.