ગીર સોમનાથઃ વિશ્વવ્યાપી મહામારી કોરોનાને કારણે જ્યારે ગુજરાતનું જનજીવન ખોરવાયું છે, ત્યારે બીજી તરફ રાજ્યના કોરોનાગ્રસ્ત લોકોનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લો કોરોના મુક્ત થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગીર સોમનાથ જિલ્લો કોરોના મુક્ત, અમદાવાદ હોસ્પિટલમાં દાખલ વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ - Ahmedabad Hospital
ગીર સોમનાથના એક વ્યક્તિને બીજા રોગનું ચેકપ કરાવવા ગયેલા યુવકને કોરોના ગ્રસ્ત જાહેર કરાયો હતો, ત્યારે આ યુવકને સારવાર બાદ કોરોના મુક્ત જહેર કરાયો હતો.
અમદાવાદ ખાતે હોસ્પિટલમાં બીજા રોગનું ચેકપ કરાવવા ગયેલાા યુવકને કોરોના ગ્રસ્ત જાહેર કરાયો હતો, ત્યારે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાગ્રસ્ત થયાનું અનુમાન લગાવાઇ રહ્યું હતું. તેના પરિવારના લોકો અને જેટલા વ્યક્તિઓને તે યુવક મળ્યો તેમને ક્વોરન્ટાઇન કરાયા હતા.
આ યુવકને સારવાર બાદ કોરોનામુક્ત જાહેર કરાયો હતો, ત્યારે ગીર સોમનાથ જિલ્લો હાલ કોરોનામુક્ત થયો છે. જેથી તંત્ર દ્વારા બહારથી કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિ ગીર સોમનાથમાં ન આવે તેના માટે જિલ્લા તંત્ર કટિબદ્ધ થયું છે.