ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરસોમનાથ-ભાવનગર હાઇવે પાણીમાં ગરકાવ, તંત્ર નિંદ્રામાં

સોમનાથ, સાસણ અને દીવને જોડતા ગીર સોમનાથ જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ખૂબ જ બિસ્માર બન્યા છે. આજે જ્યારે ગીર-સોમનાથ જિલ્લાની અંદર કપિલા નદીમાં પુર આવ્યું છે ત્યારે નેશનલ હાઈવે કહેવાતો સોમનાથ ભાવનગર હાઈવે પાણીમાં ગરકાવ થયો છે.

By

Published : Sep 1, 2020, 10:27 AM IST

gir somnath
gir somnath

ગીર સોમનાથઃ સોમનાથ, સાસણ અને દીવને જોડતા ગીર સોમનાથ જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ખૂબ જ બિસ્માર બન્યા છે. આજે જ્યારે ગીર-સોમનાથ જિલ્લાની અંદર કપિલા નદીમાં પુર આવ્યું છે ત્યારે નેશનલ હાઈવે કહેવાતો સોમનાથ ભાવનગર હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. તેમજ રસ્તાઓ પર પડેલા ખાડા અને ગાબડાને લીધે વાહનોની લાંબી કતારો હાઈવે પર લાગી હતી.

આસપાસના ગામના યુવાનો આ નેશનલ હાઈવે પર પસાર થતા વાહનોને માર્ગદર્શન આપે છે અને રોડ પર આવેલા મહાકાય ખાડાઓમાં અકસ્માત થતાં અટકાવે છે. ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગુણવત્તાયુક્ત કામ નથી કરવામાં આવતું. પરંતુ આટલું પાણી આવ્યા છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ સ્થળ મુલાકાત પણ ના લીધી હોય ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો છે.

ગીરસોમનાથ-ભાવનગર હાઇવે પાણીમાં ગરકાવ
સોમનાથ અને ભાવનગરને જોડતો આ નેશનલ હાઈવે ખૂબ જ બિસ્માર છે. ત્યારે હાઇવે પરથી પસાર થતા પાણીને લીધે રસ્તા પરના ખાડાઓ દેખાતા નથી. ત્યારે આસપાસના ગામના સ્વયંસેવકો અકસ્માત ન થાય અને વાહનોનો ચક્કાજામ ખાલી થાય તેના માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે કપિલા નદીનું પાણી નેશનલ હાઇવે પર આવ્યું છે. જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્થળ તપાસ સુદ્ધા ન કરી હોય અને લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details