ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં ડોક્ટર ટીમે દર્દી દેવો ભવના સૂત્રને ચરિતાર્થ કર્યું - lockdown in Gujarat

ગીર સોમનાથની મુખ્ય હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે, ત્યારે જિલ્લા હોસ્પિટલના એકમાત્ર ગાયનેક ડોક્ટરની ભલામણથી ગાયનેક વિભાગને પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. છેલ્લા 1 મહિનાથી હોસ્પિટલમાંજ રહીને મતાઓ અને સંતાનોની ખડે પગે સેવા કરતા ડોક્ટર અને તેમના 6 મહિલાના નર્સિંગ સ્ટાફની કામગીરી આશ્ચર્યચકિત કરી મૂકે છે. 30 દિવસમાં રેકોર્ડ 300 ઇમરજન્સી, 150 જેટલી પ્રસુતિ અને 45 જેટલા સિઝેરિયન કરી અને આ ડોક્ટર અને તેમનો સ્ટાફ દર્દી દેવો ભવઃની સુક્તિને ચરિતાર્થ કર્યો છે.

gir-somnath
gir-somnath

By

Published : Apr 28, 2020, 5:06 PM IST

Updated : Aug 10, 2022, 4:28 PM IST

ગીર સોમનાથઃ એક તરફ કોરોનાની મહામારી લોકોના જીવને હરવાનું કામ કરી રહી છે. તો બીજી તરફ સફેદ વસ્ત્રોમાં ડોકટરો ઈશ્વરનું બીજું રૂપ બનીને લોકોનો જીવ બચાવવા તમામ તાકાત લગાવી રહ્યા છે. ગીર સોમનાથમાં ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અને પ્રસુતિ વિભાગ માટે એક અલગ હોસ્પિટલ ફાળવવામાં આવી છે. જેમાં જિલ્લાના 1 માત્ર ડોકટર અને તેમના સ્ટાફે અભૂતપૂર્વ કામગીરી બજાવી છે.

લોકડાઉનને કારણે પરિવહનની અનુકૂળતા ન હોય લોકો વધારે પડતા કેસોમાં સરકારી હોસ્પિટલ તરફ વળ્યા છે, જેના કારણે માત્ર 30 દિવસમાં 300થી વધુ ઇમરજન્સી કેસની સારવાર કરી છે અને દિવસમાં 150 જેટલી પ્રસુતિ પણ કરાવી છે. ગીર સોમનાથમાં માત્ર એકજ ગાયનેકોલોજિસ્ટ હોય અને સ્ટાફ પણ ઓછો હોય અને સૌથી નજીકનું સેન્ટર જૂનાગઢ પણ 70 કિમિ દૂર હોય ત્યારે પોતાની ફરજની ગંભીરતા સમજી એક પણ રજા લીધા વગર ઘરે ગયા વગર 26 માર્ચના દિવસથી આ ડૉક્ટર અને તેમનો સ્ટાફ સેવપ્રવૃત્ત છે.

પોતાની ફરજનું મહત્વ સમજીને પોતાના પરિવારથી દુર એકલા રહીને પોતાનું ભોજન પણ તેઓ આ જ હોસ્પિટલમાં ઉપરના માળે બનાવે છે. ત્યારે પોતાના પરિવારની જ્યારે ખૂબ યાદ આવે ત્યારે ઘરની બહારથીજ તેમને જોઈ અને આ ડોક્ટર અને સ્ટાફ ફરી પોતાની ફરજ પર હાજર થાય છે. આ ડોક્ટર અને તેમનો સ્ટાફ પોતાની કામગીરીથી સંતુષ્ટ છે અને તેઓ હજુ પણ જ્યાં સુધી લોકડાઉન લંબાય ત્યાં સુધી પોતે હોસ્પિટલમાં રહી અને કામ કરવા મક્કમ છે.

6 બેહનોનો નર્સિંગ સ્ટાફ પણ આ ડોક્ટર સાથે 30 દિવસથી સતત ફરજ પર હાજર છે. ત્યારે તેઓ પોતાના પરિવાર બાળકોને યાદ કરે છે. પરંતુ પોતાની જરૂર હોસ્પિટલમાં વધારે છે તેમ સમજી સતત પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

Last Updated : Aug 10, 2022, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details