ગુજરાત

gujarat

ETV Bharat / state

Gir Somnath Rain: અતિ ભારે વરસાદને માર્ગો પર જોવા મળ્યા મગરમચ્છ, કેટલીક ટ્રેન રદ્દ - ગીર સોમનાથ પંથકમાં આભ ફાટ્યું

ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં જોરદાર બેટિંગ કરી છે. ગીર સોમનાથ અને વેરાવળમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક પરિવહન સેવાને અસર પહોંચી છે. મહાકાય મગરમચ્છ તાલાળા શહેરના માર્ગો પર વરસાદી અને પૂરના પાણીમાં ખેંચાઈને આવેલા જોવા મળ્યા હતા.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 19, 2023, 12:55 PM IST

Updated : Jul 19, 2023, 1:34 PM IST

NDRF દ્વારા રેસ્ક્યુ

ગીર સોમનાથ/જૂનાગઢ:ગીર સોમનાથ પંથકમાં આભ ફાટ્યું હોય એવી સ્થિતિ જોવા મળી છે. સર્વત્ર જળબંબાકાર હાલત જોવા મળી રહી છે. જેની સીધી અસર નાના મોટા દરેક પરિવહનને થઈ રહી છે. માત્ર શહેર કે નગર જ નહીં હાઈવે ઉપર પણ વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે રસ્તા પર નદી વહેતી હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. રાજ્યના કુલ 4 તાલુકાઓમાં 10 ઈંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે. બપોરના 12.45 વાગ્યા સુધીમાં સુત્રાપાડામાં 21.64 ઈંચ વરસાદ થયો હતો.

એનડીઆરએફ દ્વારા વેરાવળમાંથી લોકોનું રેસ્ક્યુ

NDRF દ્વારા રેસ્ક્યુ: પાછલા 24 કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સુત્રાપાડા અને વેરાવળ વિસ્તારમાં અતિભારે 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને કારણે તમામ નદીના અને જળાશયો છલકાઈ રહ્યા છે. જેને પગલે એનડીઆરએફ દ્વારા વેરાવળમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. માંગરોળમાં પોણા બાર ઇંચ વરસાદથી જન જીવન ઠપ થઈ ગયું છે.

ભારે વરસાદને કારણે મગરમચ્છ આવ્યા રસ્તા પર

મગરમચ્છ આવ્યા રસ્તા પર:જંગલ વિસ્તારની નદીઓમાંથી મહાકાય મગરમચ્છ તાલાળા શહેરના માર્ગો પર વરસાદી અને પૂરના પાણીમાં ખેંચાઈને આવેલા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે રીતે અતિ ભારે વરસાદને કારણે મહાકાય મગરમચ્છ માર્ગો પર જોવા મળ્યા હતા. સદનસીબે મગરે કોઈ વ્યક્તિને નુકસાન કે ઇજાઓ કરી નથી. પરંતુ અતિ ભારે વરસાદને કારણે માર્ગો પર ફરતા મગરમચ્છને કારણે શહેરીજનોના જીવ પણ પડીકે બંધાયા હતા.

અતિભારે વરસાદને કારણે ટ્રેનો કરાઈ રદ

અતિભારે વરસાદને કારણે ટ્રેનો કરાઈ રદ: અતિભારે વરસાદને કારણે ભાવનગર ડિવિઝન દ્વારા વેરાવળથી પોરબંદર અને રાજકોટ વચ્ચે ચાલતી તેમજ દેલવાડા વેરાવળ અમરેલી મીટરગેજ ટ્રેનને રદ કરી દેવામાં આવી છે. બીજી તરફ અમરેલી વેરાવળ વચ્ચે ચાલતી મીટરગેજ ટ્રેનને વિસાવદર સુધી ટૂંકાવવામા આવી છે. તો બીજી તરફ રાજકોટ પોરબંદરથી વેરાવળ તરફ ચાલતી પેસેન્જર ટ્રેનને જુનાગઢ સુધી ટૂંકાવી દેવાનો નિર્ણય કરાયો છે. તો બીજી તરફ સવારે 10:00 કલાકે વેરાવળથી ઉપડતી વેરાવળ જબલપુર એક્સપ્રેસ ટ્રેનિંગને પણ બે કલાક મોડી કરીને બપોરે 12:00 કલાકે વેરાવળથી રવાના કરવાનો નિર્ણય કર્યો છે.

  1. Gir Somanth Rain: સુત્રાપાડામાં આભ ફાટ્યું, 24 કલાકમાં 20 ઇંચ કરતાં વધુ વરસાદ, હીરણ ડેમ-2ના તમામ દરવાજા ખોલાયા
  2. Delhi flood: નવ દિવસ બાદ યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે
Last Updated : Jul 19, 2023, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details