ગીર સોમનાથઃગીર સોમનાથ પોલીસે (Gir somnath police Drug Case) રવિવારે 26 લાખ કરતા વધુની કિંમતના ચરસના જથ્થા સાથે વેરાવળનાહીરાકોટ બંદર વિસ્તારમાં રહેતા સબીર ખારીયા નામના શખ્સની અટકાયત કરી છે. તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ કલમ અંતર્ગત (NDPC ACT Guide) કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. સોમનાથ પોલીસનેખૂબ મોટી સફળતા મળી છે. પૂર્વ બાતમીને આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત કામગીરીમાં વેરાવળના એક શખ્સની ધરપકડ કરાઈ છે.
સોમનાથ પોલીસે ચરસના જથ્થા સાથે એકને પકડી પાડ્યો, પૂછપરછ શરૂ - Gir somnath police Drug Case
ગુજરાતમાં સમયાંતરે પકડાતી નશાની સામગ્રી ચિંતા કરવા મજબુર કર છે. ખાસ કરીને દરિયાકાંઠાથી નજીક આવેલા શહેરમાંથી ક્યારેક ડ્રગ પકડાય છે તો ક્યારેક નશા સંબંધીત વસ્તુઓની દાણચોરી. ગીર સોમનાથ પોલીસે (Gir somnath police Drug Case) 26 લાખથી વધારે કિંમતના ચરસના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસે કાયદેસરના પગલાં લીધા છે.
નશાનો કારોબારઃ વેરાવળના હીરાકોટ બંદર વિસ્તારના એક રહેણાંક મકાનમાં નશાનો કારોબાર ધમધમી રહ્યો હતો. જેની પૂર્વ અને સચોટ બાતમીને આધારે તપાસ કરતા એની પાસેથી 26 લાખ કરતા વધુની કિંમતના 16 પેકેટ ચરસના મળી આવ્યા હતા. પોલીસે સબીર ખારીયા નામના શખ્સની 17 કિલો કરતાં વધુ ચરસના જથ્થા સાથે ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. એક મહિના અગાઉ પકડાયેલા ચરસના જથ્થા પૈકીનો આ જથ્થો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.
અગાઉ પણ થયો કેસઃદોઢ મહિના પૂર્વે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના માંગરોળથી લઈને વેરાવળ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ચરસ નો જંગી જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જેને કબજે કરીને પોલીસે ધોરણની કાર્યવાહી હાથ ધરી હતી. ઓગસ્ટ મહિનાના ત્રણ દિવસ દરમિયાન જુનાગઢ અને ગીર સોમનાથ પોલીસે સંયુક્ત ઓપરેશન દરમિયાન દરિયા કાંઠા વિસ્તારમાં તપાસ કરતા 300 કિલો કરતાં વધુ ચરસના 273 કરતા પણ વધુ પેકેટો મળ્યા હતા. જેની બજાર કિંમત ચાર કરોડ પચાસ લાખ કરતા વધુ થવા જતી હતી. જેની તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન આજે મળેલું જથ્થો પણ તે ચરસ પૈકીનો હતો. તેવું કબૂલ નામુ પકડાયેલો આરોપી શબીર ખારીયા પોલીસ સમક્ષ વ્યક્ત કરી રહ્યો છે. પરંતુ પોલીસે નશાના કારોબારમાં ખૂબ જ ગંભીરતાથી તપાસ કરીને આરોપીને એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.