ગીરસોમનાથ: લોકડાઉનના 11 દિવસ વીતી ગયા છે, પરંતું લોકોમાં પુરી જાગૃતિના અભાવે લોકો દવાઓ, શાકભાજી, દૂધ વગેરે લેવાના બહાના કાઢી શહેરમાં લટાર મારતા નજરે પડે છે. જેથી લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા ગીર સોમનાથ જિલ્લા પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
ગીર સોમનાથ પોલીસનો નવીન પ્રયોગ: હોમ-ડિલિવરી માટે કોરોના કમાન્ડરની નિમણૂંક - ગીર સોમનાથ
લોકડાઉનમાં વિવિધ બહાના કાઢી શહેરમાં નિકળતાં લોકોને અટકાવવા ગીર સોમનાથ પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો. કોરોનાવીર નામની 70 યુવાનોની ટીમ બનાવી છે. જીવન જરૂરી વસ્તુ ફોન કરવાથી કોરાનાવીર ઘરે પહોંચાડશે. હવે ખોટા બહાના બનાવી શહેરમાં લટાર મારનારા પર આકરી કાર્યવાહી કરવામાં આવશે.
હોમ-ડિલિવરી માટે કોરોના કમાન્ડરની નિમણુક કરાઈ
આ પ્રયોગમાં ટી-શર્ટ કેપ ID કાર્ડ સાથે 70 યુવાનોની સેવાભાવી ટીમ પોલીસ માર્ગદર્શન સાથે બનાવાય છે. જે કારણે કોરોનાવીર (કોરોના કમાન્ડો) નામ અપાયું છે.
લોકોને શાકભાજી, દવાઓ દૂધ રાશન વગેરે એક ફોન નિયત નંબરો પર કરતાં જ કોરોના ટીમનો સભ્ય ઘરે પહોંચાડશે અને લોકોને હવે ઘર બહાર જવાનું રહેશે નહીં. આમ છત્તાં લોકો જો ઘર બહાર નીકળશે તો વાહનો ડિટેઈન તેમજ ફરિયાદ દાખલ કરી અને આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીએ જણાવ્યું છે.