- ગીર-સોમનાથમાં કોરોના ચેઈનને તોડવા માટે વેપારીઓએ કમર કસી
- 30 એપ્રિલ સુધી અડધા દિવસનું લોકડાઉન
- અગાઉ સ્વૈચ્છિક લોકડાઉને મળ્યો સારો પ્રતિસાદ
ગીર સોમનાથ: જિલ્લાના ઉના પંથકમાં ચેમ્બર ઓફ કોમર્સ અને નગર પાલિકા દ્વારા 6 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનને સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમ છતાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું હોવાને કારણે શહેરના વિવિધ વેપારી સંગઠનો દ્વારા અડધા દિવસના સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવાતા વિવિધ વેપારી મંડળો દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.
કોરોના કેસની સંખ્યમાં વધારો
ઉના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર યથાવત્ છે અને દિન પ્રતિદીન કોરોનાના કેસની સંખ્યા પણ વધી રહી છે. શહેરના વિવિધ વેપારી સંગઠનો જેવા કે ગ્રેઇન મરચન્ટ એસોસિએશન, કાપડ એસોસિએશન, જંતુનાશક દવા એસોસિએશન, સોની એસોસિએશન સહિત વિવિધ વેપારી સંગઠનોના હોદેદારોની મિટીંગ મળી હતી અને આ મિટીંગમાં વેપારી મંડળના આગેવાનો દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટેની ગંભીર ચર્ચા વિચારણાના અંતે આગામી તા.30 એપ્રિલ સુધી સવારે 8થી બપોરના 2 વાગ્યા સુધી પોતાના વેપાર ધંધા ચાલું રાખશે અને બે વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન પાળશે.