ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર-સોમનાથની વડનગર ગ્રામ પંચાયત આવી ગરીબોની વ્હારે

કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન 3 મે સુધી લંબાવાયું છે, ત્યારે નિરાધાર લોકો અને મજૂરો તેમજ શ્રમિકો જે રોજે રોજનું રળીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે તેઓનો વ્યવહાર અટકી ગયો છે. આ સમયે ગીર સોમનાથ જિલ્લાની વડનગર ગ્રામ પંચાયત તેઓની સહાય કરી રહી છે.

By

Published : Apr 16, 2020, 1:35 PM IST

ગીર સોમનાથના વડનગર ગ્રામ પંચાયત આવી ગરીબોની વ્હારે
ગીર સોમનાથના વડનગર ગ્રામ પંચાયત આવી ગરીબોની વ્હારે

ગીર સોમનાથઃ સમગ્ર દેશમાં કોરોના વાઈરસને લઈ 3 મે સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે, સાથે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે કોરોના વાઈરસની મહામારી વચ્ચે ગુજરાત સહિત ગીર સોમનાથ જિલ્લામાં અનેક લોકો એવા પણ છે જે બે ટાઈમનું ભોજન પણ લઈ શકતા નથી. દિવસે મજૂરી કરી માંડ માંડ એક ટાઈમનું ભોજન લેતા હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનાં વડનગર ગામની ગ્રામ પંચાયત આવા લોકો માટે સાક્ષાત અન્નપૂર્ણા દેવીનું સ્વરૂપ લઈને સામે આવી છે.

ગીર સોમનાથના વડનગર ગ્રામ પંચાયત આવી ગરીબોની વ્હારે

સરપંચના સહકારથી અને અન્ય સભ્યો તેમજ ગામના યુવાનોની મદદ વડે સરપંચે પોતાની વાડીએ જનતા રસોડું શરૂ કર્યું છે. જેમાં એકદમ હાઇજેનિક, સાત્વિક અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન બનાવવામાં આવી રહ્યું છે. દાળ, ભાત, 2-સબ્જી, સલાડ તેમજ છાશનું ભરપેટ ભોજન 1500થી 2000 જરૂરિયાતમંદ લોકો સુધી સવાર સાંજ પહોંચાડવામાં આવી રહ્યું છે. સરપંચના પ્રતિનિધિ જણાવે છે કે, અમે અમારી ફરજ અદા કરી રહ્યા છીએ. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. કોડીનાર અને તેની આસપાસમાં અનેક લોકો એવા છે જેઓને કયારેક તો ભૂખ્યા પેટે પણ સુવાનો વારો આવતો હોય છે. જેમાં પણ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન થતાની સાથે કઈ રીતે પેટયું રળવું તે સૌથી મોટી મુશ્કેલી હતી. આવા સમયે અમે અમારી ફરજ પુરી કરી રહ્યા છે.

ગીર સોમનાથના વડનગર ગ્રામ પંચાયત આવી ગરીબોની વ્હારે
ગીર સોમનાથનાં વડનગર તેમજ આસપાસ રહેતા લોકોની સાથે લોકડાઉનમાં સૌથી વધુ કપરા દિવસો ગામની નજીક આવેલી સિમેન્ટ કંપનીમાં કામ કરતા શ્રમિકો અને ટ્રક ડ્રાઇવર ચાલી રહ્યા છે. તેઓ બબ્બે દિવસથી ભૂખ્યા રહ્યા છે. આવા સમયે વડનગર ગ્રામ પંચાયત તેઓની સહાયે આવી છે. તેઓને પણ 2 ટકનું ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.

સાથો-સાથ ગુજરાત પોલીસના જે જવાનો રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યા છે તેઓને પણ ફૂડ પેકેટ તથા ચા-પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે. આમ આ જનતા રસોડું જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details