ગીર સોમનાથ : વેરાવળ જેવા શહેરમાં સભ્ય સમાજમાં હડકંપ મચાવનારું નાલેશીભર્યું કૃત્ય એક યુવક દ્વારા કરવામાં આવ્યું છે. વેરાવળ શહેરના 80 ફૂટ રોડ પર આવેલા પોશ વિસ્તારમાં યુવકે પાડોશીના બાથરૂમમાં સ્પાય કેમેરા ગોઠવ્યો હતો. વેરાવળ શહેર પોલીસે પાડોશીના મકાનની અંદર આવેલા બાથરૂમમાં સ્પાઇ કેમેરો લગાવીને વિડીયો રેકોર્ડિંગ કરવાના આરોપમાં યુવકની અટકાયત કરીને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પાડોશીના મકાનના બાથરુમમાંથી સ્પાય કેમેરો લગાવીને વિડીયો રેકોર્ડિંગ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા જ વેરાવળ શહેરમાં ભારે ખળભળાટની સાથે કેમેરો લગાવનાર યુવક વિરુદ્ધ ભારે ફિટકાર જોવા મળી રહ્યો છે.
પાડોશી યુવકનું કરતૂત :વેરાવળ પોલીસે પાડોશીના મકાનના બાથરૂમની અંદર સ્પાય કેમેરો લગાવનાર યુવકે તેના પાડોશીમાં નવું મકાન બનાવવાનું કામ ચાલુ હતું. આ સમય દરમિયાન બાથરૂમની ગ્રીલમાં તેણે સ્પાય કેમેરો લગાવીને સભ્ય સમાજને શર્મશાર કરતું નાલેશીભર્યું કૃત્ય શકાય તે પ્રકારનું વિકૃત માનસિકતા ધરાવતું કૃત્ય કર્યું હતું. પાડોશીના મકાનમાંબાથરૂમમાં સ્પાય કેમેરો લગાવવાના કિસ્સામાં વેરાવળ પોલીસે માધ્યમોને સત્તાવાર વિગતો આપી છે.
મહિલાની નજર પડી :મકાનમાં રહેતી મહિલા જ્યારે બાથરૂમમાં પહોંચી ત્યારે સ્પાય કેમેરા પર તેની અચાનક નજર પડતા સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. બાથરૂમમાં સ્પાય કેમેરો જોતા જ મહિલા અને તેના પરિવારે વેરાવળ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આરોપમાં પોલીસે વેરાવળના ગોપાલ વણિક નામના આરોપી યુવકની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
મહિલા અને તેના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસને અંતે બાથરૂમમાં સ્પાઈ કેમેરો લગાવનાર યુવકની અટકાયત કરીને સમગ્ર મામલામાં વધુ તપાસ ધરી છે...પોલીસ ઇન્સેક્ટર ઇસરાણી (વેરાવળ શહેર પોલીસ મથક)
આ કલમો હેઠળ ગુનો નોંધાયો :સ્પાય કેમેરા દ્વારા ઉતારવામાં આવેલા વીડિયોનો કોઇ દુરુપયોગ કર્યો છે કે કેમ તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. વેરાવળ શહેર પોલીસ દ્વારા આરોપી ગોપાલ વણિક સામે આઇ.ટી. એક્ટની ધારા 66 તેમજ ભારતીય દંડ સંહિતા 354 (ગ) મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- કેફિ દ્રવ્યોની શિતળતામાં યુવાનોને ખાલવતી 'શિતલ આંટી'ના કાળા કરતૂત
- Rajkot Crime News : રુપીયા કમાવા સાસુ-સસરાનું કરતુત, પુત્રવધુના ન્યૂડ વિડીયો બનાવ્યા અને પછી...
- Surat Crime News : સુરતમાં મિત્રએ જ મિત્રની પત્નીના ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી દુષ્કર્મ આચર્યું, બ્લેકમેલ કરી પડાવ્યા પૈસા