ગીરઃ ગીરમાં કેસર કેરીની(Kesar Mango) સિઝન પુરબહારમાં ખીલી છે ત્યારે યુવાન અને શિક્ષિત પ્રગતિશીલ ખેડૂત સુમીત જારીયાએ ગીરમાં ભારત સહિત વિશ્વના અલગ અલગ દેશોની ઓળખ સમી કેરીનું વાવેતર કરીને સફળતા મેળવી છે. અત્યાર સુધી ગીરમાં માત્ર કેસર અને કેટલીક સ્થાનિક જાતની દેશી કેદીનું ઉત્પાદન થતું હતું. પરંતુ હવે આગામી દિવસોમાં અમેરિકા જાપાન થાઈલેન્ડ ઇઝરાયેલ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જોવા મળતી કેરીની (Foreign Mango ) ખેતી થશે (Exotic mangoes are now grown in Gir)તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના ભાલછેલમાં હવે વિશ્વમાં પાકતી સૌથી મોંઘી કેરીનું થઈ રહ્યું છે વાવેતર
વિવિધ દેશોમાં થતી 60 કરતાં વધુ જાતોની ખેતી -ગીરની શાન કેસર (Kesar Mango)અને કેસરી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. આવા સમયે વિશ્વના દેશોમાં થતી કેરીનું સફળતાપૂર્વક વાવેતર ગીરમાં થવાના ઊજળા સંજોગો સામે આવી રહ્યા છે. ગીરને કેસરી અને કેસર તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મળી છે. યુવાન અને પ્રગતિશીલ ખેડૂત સુમિત જારીયાએ વિશ્વના વિવિધ દેશોમાં થતી 60 કરતાં વધુ જાતોની ખેતી (Exotic mangoes are now grown in Gir)કરવાનો પ્રયાસ કર્યો છે. કૃષિ વિભાગમાં અનુસ્નાતક થયેલો યુવાન અને પ્રગતિશીલ ખેડૂત સુમિત જારીયાએ પોતાના પારંપરિક કેરીના ખેતી વ્યવસાયમાં આધુનિક અને વૈશ્વિક સ્તરે નામના મળે તે પ્રકારનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે તેણે પોતાના આંબાવાડિયામાં ગીર સહિત ભારતની અન્ય જાતોની કેરીની સાથે વિદેશમાં ખૂબ જ પ્રસિદ્ધ અને પ્રચલિત આંબાનું (Foreign Mango ) સફળતાપૂર્વક વાવેતર કર્યું છે.