ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરસોમનાથમાં શાપુરજી પાલોનજી કંપનીને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું - ખેડૂતો

ગીરસોમનાથ: કોડીનાર તાલુકામાં નિર્માણાધિન શાપુરજી પાલોનજી કંપની વિવાદોનો પર્યાય બની છે. કંપનીના આવવાથી જમીન ગુમાવનાર ખેડૂતો અને ખેડૂત પુત્રોને કરાર મુજબ નોકરી અને વળતર ન મળવાના કારણે ખેડૂતો એ વિશાળ સંખ્યામાં રેલી યોજી કંપનીના અધિકારીઓને આવેદન પાઠવ્યું હતું.

ગીરસોમનાથમાં શાપુરજી પાલોનજી કંપનીને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું
ગીરસોમનાથમાં શાપુરજી પાલોનજી કંપનીને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું

By

Published : Nov 30, 2019, 12:01 PM IST

શાપૂરજી પાલોનજી નામની કંપની દ્વારા કોડીનારના છારા અને સરખડી ગામ ખાતે જેટીનું નિર્માણ કરી રહી છે. પરંતુ, સતત આ કંપની વિવાદોમાં ઘેરાયેલી રહી છે. ત્યારે વધારે એક વિવાદ સામે આવ્યો છે. કોડીનાર ખાતે વિશાળ સંખ્યામાં ખેડૂત પુત્રો અને યુવાનોએ વિશાળ રેલી યોજી કંપનીના અધિકારીઓને આવેદન પાઠવ્યું હતું. સાથે જ માગ કરી છે કે, 15 દિવસમાં આ તમામા માગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું
જોકે ખેડૂતોની મદદ માટે રાજકોટથી પણ અનેક યુવાનો કોડીનાર આવી વિશાળ સંખ્યામાં રેલી યોજી કંપનીના કર્મચારી બિપિન શોલાને આવેદન પાઠવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details