ગુજરાત

gujarat

By

Published : Jan 6, 2020, 7:46 PM IST

ETV Bharat / state

તાલાલાનાં ખેડૂતો પર કુદરત સાથે સરકાર પણ કોપાયમાન ! Etv Bharatનો વિશેષ અહેવાલ

ગીર સોમનાથઃ જિલ્લાના તાલાલા તાલુકાના ખેડૂતો મોટાભાગની મગફળીના રિજેક્શન મુદ્દે ખેડૂતો સરકાર વિરૂદ્ધ રોષે ભરાયા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ટેકાની ખરીદી રોકી અને ખેડૂત એકતા ઝીંદબાદના નારા સાથે હોબાળો બોલાવ્યો હતો. ખેડૂતોની માંગ છે કે, સરકાર મગફળીના અધિકતમ ડેમેજની ટકાવારી 2થી વધારીને 3 કે 4 ટકા કરે.

talala
તાલાલામાં ખેડુતોનો હોબાળો

સરકાર દ્વારા થતી મગફળીની ટેકાની ખરીદી વિવાદનો મુદ્દો બન્યો છે. ગીરસોમનાથના તાલાલાના ખેડૂતો સરકાર દ્વારા મગફળીની ખરીદીના વિલંબના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડુતો પાસે શેડની સુવિધા ન હોવાથી મગફળીની ગુણવત્તા બગડી રહી છે.

તાલાલાનાં ખેડૂતો પર કુદરત સાથે સરકાર પણ કોપાયમાન ! etv Bharatનો વિશેષ અહેવાલ
સરકાર મગફળીનાં ડેમેજની મર્યાદા 2 ટકાથી વધારી 3થી 4 ટકા કરે તેવી માગ સાથે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ભેગા થઈ ખેડૂતોએ મગફળીની ખરીદી અટકાવી છે. તેમની માગ છે કે, જ્યાં સુધી ડેમેજના કારણે રિજેક્ટ થયેલી મગફળી સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી એકપણ ખેડૂત સરકારને મગફળી આપશે નહીં.
તાલાલાનાં ખેડૂતો પર કુદરત સાથે સરકાર પણ કોપાયમાન ! etv Bharatનો વિશેષ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details