ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરસોમનાથ જિલ્લાના પેન્શનરોની ખરાઈની મુદતમાં વધારો કરાયો - ગીર સોમનાથ કોરોના વાઈરસ

કોરોના વાઈરસના સંક્રમણના કારણે ગીર સોમનાથ જિલ્લાના પેન્શનરોની જુનથી ઓગષ્ટ-2020 સુધી હયાતીની ખરાઇ કરાવવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

Etv bharat
gir somnath

By

Published : May 4, 2020, 10:33 PM IST

ગીર સોમનાથઃ જિલ્લા તિજોરી કચેરી ગીર સોમનાથ તથા તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી IRLA સ્કીમ હેઠળ (બેંક મારફત) ગુજરાત રાજય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ મુજબ કોરોના મહામારીને ધ્યાનમાં લઇને વર્ષ 2020માં પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ મે મહિનામાં કરાવવાને બદલે જુન મહિનામાં કરાવવાનું ઠરાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત જે પેન્શનરો જુન મહિનામાં હયાતીની ખરાઇ ન કરાવી શકે તેઓ જુલાઇ અને ઓગષ્ટ-2020 મહિનામાં પણ હયાતીની ખરાઇ સબંધિત બેન્કમાં જઇ કરાવી શકે છે. તેમજ પેન્શનરો Jeevan Praman Portal (www.jeevanpraman.gov.in) પર પણ ઓનલાઇન હયાતીની ખરાઇ કરાવી શકે છે. આ સુવિધાનો લાભ લેવા માટે પેન્શનર માટે આધારકાર્ડ હોવું જરૂરી છે.

વર્ષ 2020માં જુન, જુલાઇ કે ઓગષ્ટ માસમાં હયાતીની ખરાઇ કરાવવામાં પેન્શનર નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં સપ્ટેમ્બર માસથી પેન્શનની રકમનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે.


ABOUT THE AUTHOR

...view details