ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ: કોરોના કાળમાં બેરોજગાર યુવાનો માટે રોજગાર કેમ્પનું કરાશે આયોજન

ગીર સોમનાથ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર વાંચ્છુક ઉમેદવારો માટે રોજગારલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેથી કોરોનાના આ કપરા કાળમાં બેરોજગાર બનેલા યુવાને ગીરસોમનાથ જિલ્લામાં દિશા મળી શકે. તેમજ તાલાળા, ઉના, કોડીનાર અને સુત્રાપાડા ખાતે કેમ્પમાં રોજગાર વાચ્છુ ઉમેદવારો નામ નોંધણી, રીન્યુઅલ, લાયકાત સુધારા-વધારા, વ્યવસાયિક માર્ગદર્શનનો લાભ લઇ શકશે.

Employment camp
કોરોના કાળમાં બેરોજગાર યુવાનો માટે રોજગાર કેમ્પનું કરાશે આયોજન

By

Published : Sep 6, 2020, 5:29 AM IST

Updated : Sep 6, 2020, 7:24 PM IST

ગીર સોમનાથઃ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર વાંચ્છુક ઉમેદવારો માટે રોજગારલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેથી કોરોનાના આ કપરા કાળમાં બેરોજગાર બનેલા યુવાને ગીરસોમનાથ જિલ્લામાં દિશા મળી શકે. તેમજ તાલાળા, ઉના, કોડીનાર અને સુત્રાપાડા ખાતે કેમ્પમાં રોજગાર વાચ્છુ ઉમેદવારો નામ નોંધણી, રીન્યુઅલ, લાયકાત સુધારા-વધારા, વ્યવસાયિક માર્ગદર્શનનો લાભ લઇ શકશે.

જિલ્લામાં કોરોના વાઇરસ મહામારીના કારણે જિલ્લા રોજગાર કચેરીમાં નામ નોંધણી માટે તાલુકાકક્ષાએ મુલત્વી રાખવામાં આવેલો કેમ્પ સપ્ટેમ્બર-2020થી ચાલુ કરવામાં આવનાર છે. જેમાં નામ નોંધણી માટે કેમ્પ તાલાળા તાલુકા પંચાયત ખાતે દર માસની 14 તારીખે, ઉના તાલુકા પંચાયત ખાતે દર માસની 16 તારીખે, કોડીનાર તાલુકા પંચાયત ખાતે દર માસની 18 તારીખે અને સુત્રાપાડા તાલુકા પંચાયત ખાતે દર માસની 20 તારીખે સવારે 10:30 થી 14:00 કલાક સુધી રાખવામાં આવશે. તેમજ જાહેર રજાના દિવસોમાં જે તારીખે જાહેર રજા હોય ત્યારે તેના પછીની તારીખે નામ નોંધણી કેમ્પ રાખવામાં આવશે.

જિલ્લાના રોજગાર વાચ્છુ ઉમેદવારોએ નામ નોંધણી, રીન્યુઅલ, લાયકાત સુધારા-વધારા, વ્યવસાયિક માર્ગદર્શન તેમજ અન્ય રોજગારલક્ષી માહિતી જિલ્લા રોજગાર કચેરીમાં અને તાલુકામાં યોજાનાર કેમ્પ ખાતે નામ નોંધણી કરાવવામાં માટે શાળા છોડયાનુ પ્રમાણ પત્ર, જાતિનો દાખલો, ધોરણ 10 માર્કશીટ, ધોરણ 12 માર્કશીટ અન્ય કોઇ શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રમાણપત્રો અને પાસપોર્ટ સાઇઝ ના બે ફોટોગ્રાફ્સ તેમજ આધારકાર્ડ સાથે રાખવાના રહેશે. આ તમામ અસલ પ્રમાણપત્રો સાથે જે તે ઉમેદવારે રૂબરૂ તાલુકા મથકે રોજગાર કચેરીના કર્મચારી દ્વારા તાલુકા નામ નોધણી કેમ્પ ઉમેદવારોની સુગમતા અર્થે નિયમિત રીતે યોજવામા આવશે.

Last Updated : Sep 6, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details