ગીર સોમનાથ: તાલાલા તાલુકાનું ચિત્રાવડ ગામ કોરોના મુક્ત રહે તે માટે મહિલા સરપંચની કોવિડ-19 માર્ગદર્શિકાની અસરકારક અમલવારી કરવામાં આવી રહી છે. અહીં ગામ બહાર ફાર્મ હાઉસમાં બહારથી આવતા લોકોને કોરોન્ટાઈન કરાય છે.
- ગીર સોમનાથ જિલ્લામાં 22 કોવિડ-19 એક્ટિવ કેસ
ગીરસોમનાથ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલમાં બહારના રાજ્યના, જિલ્લામાંથી આવેલા લોકો કોરોના શંકાસ્પદ જણાય તો તેમના સેમ્પલ લેવામાં આવે છે. અને ગીર-સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 22 કેસો કોરોનાગ્રસ્ત એક્ટિવ છે.
ગીર સોમનાથના તાલાલા તાલુકામાં મહિલા સરપંચનો કોરોના વિરુદ્ધ અસરકારક પ્લાન તાલાલા તાલુકાનું ચિત્રાવડ ગામ જૂનાગઢ જિલ્લાની બોર્ડર પર આવેલું છે. 4200ની વસ્તી છે.ચિત્રાવડ ગામના મહિલા સરપંચ મંજુલાબેન મહેતા કહે છે કે, પ્રથમ લોકડાઉનથી સરકારની માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે.ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. તેમજ દવાનો છંટકાવ કરવામાં આવે છે.ચિત્રાવડ જેવા નાના ગામના લોકો રોજગારી અર્થે, સુરત અમદાવાદ અને મહારાષ્ટ્રમાં વસે છે.અગ્રણી પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું કે, લોકડાઉન 3માં લોકોની અવરજવરની છૂટ મળતા ચિત્રાવડ ગામમાં 50થી વધુ લોકોએ ગામમાં પ્રવેશ કર્યો છે.- બહારથી આવતા લોકોને ફાર્મ હાઉસમાં કરાય છે કોરોન્ટાઈન
બહારથી આવતા લોકોને ગામ બહાર ડાયમંડ ફાર્મ હાઉસ ખાતે બે દિવસ કોરોન્ટાઈન કરવામાં આવે છે. ચિત્રાવડના ઈમરાનભાઈ નારેજાએ ડાયમંડ ફાર્મ હાઉસમાં કોઇપણ જાતનો ચાર્જ લીધા વગર બહારથી આવતા લોકોને કોરોન્ટાઈન કરવા તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા તેઓની તપાસ થયા બાદ કોઇ લક્ષણ ન જણાય તો ગામમાં પ્રવેશ આપવામાં આવે છે. 14 દિવસ હોમ કોરોન્ટાઈન કરવામાં આવે છે. મંજુલાબેને જણાવ્યું હતું કે, દાતાઓના સહયોગથી 190 અનાજ કીટ જરૂરિયાતમંદને વિતરણ કરવામાં આવી છે. લોકો ઘરમાં જ રહેવા અને માસ્ક પહેરવા સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા ગ્રામજનો દ્વારા અમલ કરવામાં આવે છે. જેના પગલે અમારું ગામ કોરોનામુક્ત છે.
પુનાથી આવેલ ઈરફાન જારીયા, સુરતથી આવેલ બરકત હદવાણીએ જણાવ્યું હતું કે, ફાર્મ હાઉસમાં અમને ઘરથી પણ વિશેષ સુવિધા આપવામાં આવી છે. લીલાછમ વૃક્ષો સાથે કુદરતી વાતાવરણમાં 2 દિવસ ક્યારે પૂરા થયા તેની ખબર જ ન પડી.