ગુજરાત

gujarat

By

Published : Jul 16, 2020, 7:52 PM IST

ETV Bharat / state

ગીરસોમનાથ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા સોમનાથ ખાતે તૈયાર થયેલા યાત્રી સુવિધા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરી પ્રવાસી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ખાતે રૂા. 45.36 કરોડના ખર્ચે તૈયાર થયેલા જુદા-જુદા વિકાસ કામોનું લોકાર્પણ સંપન્ન કરાયું છે.

ો
ગીરસોમનાથ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ

ગીર સોમનાથ: મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજે રાજ્યભરમાં ટુરીઝમ વિકાસના કામો રૂા. 125 કરોડના ખર્ચે તૈયાર થયેલા જુદા-જુદા વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે પણ ગુજરાતમાં વિકાસની રફતાર અવિરત કાર્યરત છે. આપત્તિને અવસરમા પલટાવી જુદા-જુદા વિકાસના કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનું લોકાર્પણ કરી યાત્રી સુવિધા વધારો કરાયો છે.

ગીરસોમનાથ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથમાં કોરોડોના ખર્ચે બનેલ સુવિધાઓનું લોકાર્પણ કર્યું
સોમનાથ ખાતે ટુરિસ્ટ ફેસેલીટેશન સેન્ટર, ટોઈલેટ-બાથરૂમ અને કલોક રૂમ, ફ્રી પીકઅપ/ડ્રોપ બસ સેન્ટર, સોલાર પાર્કિંગ, વેઈટીંગ રૂમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પબ્લિક એડ્રેસ સીસ્ટમ, લાઈબ્રેરી, સતસંગ હોલ, શોવેનીયર શોપ અને પ્રવાસી માહિતી કેન્દ્ર સહિતની સવલતનો પ્રવાસીઓને નિશૂલ્ક લાભ મળશે.
ગીરસોમનાથ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ
ગીરસોમનાથ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ

આ ઉપરાંત 500 ટુ વ્હિલર, 756 કાર અને 81 બસની મર્યાદા ધરાવતુ વિશાળ પાર્કિંગ, કોમ્યુનીટી કિચન, સોમનાથ મ્યુઝિયમ, ઓડીટોરીયમ અને કેફેટેરીયા સહિતની સુવિધા ચાર્જેબલ રહેશે તેમ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details