ગીરસોમનાથ: સુત્રપાડા નગરસેવા સદનના મહીલા ચીફ ઓફિસર નીધિબેન ચાવડાએ મહિલાઓને લોકડાઊન સમયે કઈ સમસ્યા ઊભી થતી હોય છે. તે અંગેની જાણકારી લઇને પાલીકા પ્રમુખની મદદ લઈ શહેરના કરિયાણા, શાકભાજી, દૂઘ, દવાઓ વગેરેના વેપારીઓને બોલાવી માનવતા સાથે લોકોની સેવા માટે જાણ કરી જેનો વેપારીએ સ્વીકાર કર્યો હતો. ત્યારે કોઈ પણ વ્યક્તી વોટ્સએપ કે ફોન પર વેપારીને જરૂરીયાતની વસ્તુ જણાવે એટલે ટુક સમયમાં તે વસ્તું વ્યાજબી ભાવે ઘરે પહોચાડી દેવામાં આવશે.
ગીરસોમનાથના સુત્રાપાડા પાલિકાએ શરૂ કરી ડોર-ટુ-ડોર હોમ ડિલિવરી
કોરોના મહામારી સામે જ્યારે વિશ્વ ઝઝૂમી રહ્યું છે. ત્યારે નાનકડા શહેર સુત્રાપાડામાં પાલિકાએ સેવાની એક પહેલ કરી છે. જેમાં શાકભાજી, દુધ, કરિયાણું, દવા વગેરેની જરૂરીયાત માટે એક ફોન કરતાં વ્યાજબી ભાવે હોમ ડીલવરી કરવામાં આવી રહી છે. મહિલા ચીફ ઓફીસરે મહીલાઓની વેદના જાણ્યા બાદ વ્યવસ્થા શરૂ કરી હતી.
ગીરસોમનાથના સુત્રાપાડા નગરપાલિકાએ શરૂ કરી ડોર ટુ ડોર હોમડિલિવરી
આ વ્યવસ્થાથી શહેરીજનો મા પાલીકા મહિલા ચીફ ઓફિસર નીધિ ચાવડા તેમજ પ્રમુખ દીલીપ બારડની કાર્યશૈલીને બીરદાવાય રહી છે. જેથી સુત્રાપાડામાં આ વ્યવસ્થાના કારણે સંપૂર્ણ લોક ડાઊનનો અમલ પણ શક્ય બન્યો છે.