ગુજરાત

gujarat

ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષના એક દિવસ પહેલા દરિયાઈ લો પ્રેશરનો ભય

ગીર-સોમનાથ: દિવાળી અને ગુજરાતીઓના નવા વર્ષને બસ એક દિવસ બાકી છે, ત્યારે ગુજરાત પર દરિયાઈ લો પ્રેશરના કારણે કુદરતી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેને લઇને ગુજરાત રાજ્ય પર પણ દરિયાઈ વિસ્તારોમાં તેની અસર વર્તાઈ રહી છે. જો કે, સમુદ્ર શાંત જોવા મળી રહ્યો છે. જેથી હજુ સુધી કોઈ સમસ્યા સર્જાઈ નથી. પરંતુ, ક્યારે કાળનો કહેર વર્તાય તે કહેવું મુશ્કેલ છે. હાલ, તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. સાથે દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને પણ સજાગ રહેવાની સૂચના આપવામાં આવી છે.

By

Published : Oct 26, 2019, 11:12 PM IST

Published : Oct 26, 2019, 11:12 PM IST

દિવાળી અને નવા વર્ષના એક દિવસ પહેલા દરિયાઈ લો પ્રેશરનો ભય

ગુજરાતના બંદરગાહના નિયમન કરતાં મેરિટાઈમ બોર્ડ તરફથી મોટાભાગના બંદરો પર બે નંબરનું સિગ્નલ જાહેર કર્યુ છે. આ સિગ્નલ થકી માછીમારોને સમુદ્રમાં ન જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

દિવાળી અને નવા વર્ષના એક દિવસ પહેલા દરિયાઈ લો પ્રેશરનો ભય

આમ, દિવાળી દરિયાઈ લો-પ્રેશરના કારણે વંટોળ અને વરસાદ થતાં ગુજરાતીઓની દિવાળીના રંગમાં ભંગ પડી રહ્યો છે. જેથી ગુજરાત પર કોઈ આપત્તિ ન સર્જાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દરિયાઈ લો- પ્રેશરની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સંતર્કતા રાખવામાં આવી રહી છે. તેમજ દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને પણ સજાગ રહેવાની સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details