ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરસોમનાથ: તાતીવેલા શાળાના બાળકો બન્યા ઉદ્યોગપતિ, દિવાળીમાં 10000 ની કમાણી કરી કંઇક આ રીતે... - તાતીવેલા શાળાના બાળકો

મહામારીના લોકડાઉન અને ત્યારબાદ દિવાળીના વેકેશન વચ્ચે ગીરસોમનાથ જિલ્લાના તાતીવેલા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ ખરા અર્થમાં આત્મનિર્ભરતાના પાઠ શિખ્યા છે. શાળાના માર્ગદર્શન મુજબ બાળકોએ સાદા કોડીયા ખરીદી અને તેમાં વિવિધ રંગોથી સુંદર કલાકૃતિ બનાવી અને કોડીયાંને આકર્ષક બનાવી અને તેનો વેપાર કર્યો હતો. આ કોડીયાના વેપારમાં બાળકોએ અત્મનિર્ભર કમાણીનો પહેલો અનુભવ મેળવ્યો હતો. જેમાં 1500 થી વધુ કોડીયા વેચીને બાળકોએ 10,000 થી વધુ નફો મેળવ્યો હતો.

Gir Somnath News
Gir Somnath News

By

Published : Nov 20, 2020, 8:32 AM IST

  • ફટાકડા અને રમતો જૂની થઈ, નાના બાળકો બન્યા ઉદ્યોગપતિ
  • ગીરસોમનાથના નાના બાળકોનો અત્મનિર્ભર ઉદ્યોગ
  • તાતીવેલાના બાળકોએ 1000 થી વધુ કોડીયા વેચ્યા
  • 10,000 નો નફો મેળવી ચાખ્યો પહેલી કમાણીનો સ્વાદ

ગીરસોમનાથઃ જિલ્લાના તાતીવેલા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ ખરા અર્થમાં આત્મનિર્ભરતાના પાઠ શિખ્યા છે. શાળાના માર્ગદર્શન મુજબ બાળકોએ સાદા કોડીયા ખરીદી અને તેમાં વિવિધ રંગોથી સુંદર કલાકૃતિ બનાવી અને કોડીયાંને આકર્ષક બનાવી અને તેનો વેપાર કર્યો હતો. આ કોડીયાના વેપારમાં બાળકોએ અત્મનિર્ભર કમાણીનો પહેલો અનુભવ મેળવ્યો હતો. જેમાં 1500 થી વધુ કોડીયા વેચીને બાળકોએ 10,000 થી વધુ નફો મેળવ્યો હતો.

તાતીવેલા શાળાના બાળકો બન્યા ઉદ્યોગપતિ

તાતીવેલાના બાળકોએ રજાઓનો કર્યો ઉત્તમ ઉપયોગ

લોકડાઉનનો તાતીવેલા ગામની પ્રાથમિક શાળાના બાળકોએ સંપૂર્ણ સદ ઊપયોગ કર્યો હતો. આપે આ દિવાળીમાં બાળકોને ફટાકડા ફોડતા અને ટીવી જોતા જોયા હશે, પણ તાતીવેલા શાળાના બાળકોએ આ રજાઓમાં પોતાનો જ ઉદ્યોગ શરૂ કર્યો હતો. સરકારી શાળાના આચાર્ય અને સ્થાનિકોના સહયોગથી બાળકોએ મહામારી વચ્ચે જીવનની પ્રથમ કમાણીનો આંનદ લીધો હતો.

આ રીતે શરૂ થયો બાળકોનો "અત્મનિર્ભર" ઉદ્યોગ...

મહામારી વચ્ચે શાળાના આચાર્યને એક વિચાર આવ્યો કે, બાળકો ઘરે ભણવા સાથે નવરાશની પળોમાં કોઇ ઈત્તર કાર્ય કરે શાળાને વિવિધ સંસ્થાઓનો સહયોગ મળ્યો અને પછી સાદા કોડીયાં મગાવી અને તેમાં બાળકો રંગો પુરી આકર્ષક બનાવી વેચાણ કરતાં તમામ બાળકોમાં પડેલી સર્જન શક્તિના દર્શન થયા છે, ત્યારે એક હજાર જેટલાં સાદા કોડીયા મંગાવ્યા બાદ મહામારીને ધ્યાને રાખી શાળાના બગીચામાં ખુલ્લા ઝાડ નીચે વિદ્યાર્થીઓએ વિવિધ રંગો પુર્યા બાદ તમામ કોડીયામાં એક અનોખું આકર્ષણ જોવા મળ્યું હતું અને આ રીતે બાળકોએ વડા પ્રધાનના અત્મનિર્ભર ભારતના સૂચનને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે.

આવી રીતે તાતીવેલા સરકારી શાળાના બાળકોએ આનંદ સાથે મનગમતી રંગ પૂર્ણિની પ્રવૃતિ સાથે 10 હજાર રૂપિયાની એક સાથે જાતે કમાણી કરતાં ખરા અર્થમાં તમામ બાળકોએ આત્મનિર્ભરતાનો અનુભવ કર્યો હતો. તો તમામ કોડીયા ફટાફટ વેચાઈ પણ ગયા હતાં.

ABOUT THE AUTHOR

...view details