દીવના દરિયા કિનારે બીચ ગેમ્સ 2024નો પ્રારંભ દીવ: આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત દીવ ખાતે બીચમાં રમી શકાય તેવી વિવિધ રમતોત્સવનો પ્રારંભ ગુરૂવારે કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં શરૂ થયો છે. આ રમતોત્સવમાં ભારતભરમાંથી આવેલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે અને બીચ પર વિવિધ રમતોમાં પોતાનું કૌવત દેખાડી રહ્યાં છે. આ પ્રસંગે ખાસ દીવ આવેલા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ફિટ ઇન્ડિયા અંતર્ગત તમામ યુવાનોને નશાને ના કહેવાની અપીલ કરીને દીવમાં આયોજિત પ્રથમ રમતોત્સવને ખુલ્લો મુક્યો હતો.
દીવમાં બીચ ગેમ્સ 2024નો પ્રારંભ દીવમાં પ્રથમ વખત રમતોત્સવનું આયોજન:સંઘ પ્રદેશ દીવના રમણીય બીચો વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યા છે, ત્યારે રમત-ગમતના ક્ષેત્રમાં પણ દીવના સુંદર બીચો અને દરિયા કિનારો સમગ્ર વિશ્વના ખેલાડીઓ માટે ખુલ્લુ મેદાન બને તે માટે આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બીચ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આયોજિત થયેલા આ રમતોત્સવને કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે ખુલ્લો મુક્યો હતો, અને અહીં આવેલા તમામ ખેલાડીઓને આવકારવાની સાથે યુવાનો રમત-ગમતના ક્ષેત્રમાં ખૂબ સારું પ્રદાન કરીને દેશ માટે એક નવી રાહ બતાવી શકે તેવા શક્તિશાળી બને તેમજ આવા રમત-ગમતના આયોજન થકી દેશનો પ્રત્યેક ખેલાડી અન્ય પ્રાંતમાં રમતગમતને લઈને ખૂબ ઉજ્જવળ દેખાવ કરી શકે તે માટે આવા આયોજન ખૂબ મહત્વના બનતા હોય છે.
દીવમાં બીચ ગેમ્સ 2024નો પ્રારંભ આગામી ચાર દિવસ આયોજન: દીવને પ્રવાસીઓનું સ્વર્ગ માનવામાં આવે છે, અહીંના સુંદર બીચો વિશ્વના કોઈપણ પ્રવાસીને દીવ સુધી ખેંચી લાવવા માટે પૂરતા છે, જેને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા પ્રથમ વખત દીવ ખાતે બીચ વોલીબોલ રસ્સાખેચની સાથે દરિયા કિનારા પર રમી શકાય તેવી રમતોનું આયોજન કર્યું છે. જેમાં ગુજરાત,કાશ્મીર સહિત દેશના અન્ય રાજ્યો માંથી આવેલા ખેલાડીઓ પોતાની રમત-ગમત ક્ષમતાને દીવના દરિયા કિનારા પર પ્રદર્શિત કરીને રમતગમતના ક્ષેત્રમાં વિજેતા થવા માટે સતત પ્રયત્નશીલ જોવા મળશે.
દીવમાં બીચ ગેમ્સ 2024નો પ્રારંભ ખેલ પ્રધાનનો પ્રતિભાવ:કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે આ રમતોત્સવને ખુલ્લો મુક્યા બાદ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રમત-ગમત થકી સારું આરોગ્ય મેળવી શકાય છે. વધુમાં રમતગમત એક એવું માધ્યમ છે કે જેના થકી નશા જેવા દુર્ગુણોને દૂર કરવા માટે પ્રત્યેક વ્યક્તિને જાગૃત કરવાની સાથે સંદેશો પણ પાઠવી શકાય છે, માટે દેશનો પ્રત્યેક યુવાન રમત-ગમત ક્ષેત્રમાં આગળ આવે અને નશાકારક પદાર્થોને દૂર રાખે તે આ રમતોત્સવની એકમાત્ર ઉપલબ્ધી હશે.
કાશ્મીરી ખેલાડીઓની અપેક્ષા: જ્યારે કાશ્મીરથી આવેલા ઇમ્તિયાઝ એહમદે પણ દીવમાં આયોજીત આ રમતોત્સવને ખૂબ જ ઉત્સાહ સાથે આવકાર્યો હતો અને પ્રવાસન માટે અત્યાર સુધીમાં પ્રસિદ્ધ બનેલું દીવ રમત-ગમતના ક્ષેત્રમાં પણ પ્રસિદ્ધિ પર પહોંચતું જોવા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો
- Convocation : જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી 19મો પદવીદાન સમારોહ, પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર
- Welcome 2024: નવા વર્ષને વેલકમ કરવા દીવમાં પ્રવાસીઓનો ઉમટ્યો માનવ-મહેરામણ