ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળની ઇમરાન ચીપા ગેંગ સામે જિલ્‍લાનો પ્રથમ ગુજસીટોક હેઠળ ગુનો નોંઘાયો - veraval police

ગીર-સોમનાથ વેરાવળની કુખ્‍યાત ગેંગ ઇમરાન ચીપાના ચાર સભ્‍યો સામે પોલીસે જિલ્‍લાના પ્રથમ ગુજસીટોકનો ગુનોં નોંઘીને કાર્યવાહી હાથ ઘરી છે. અસામાજીક તત્‍વોમાં ફફડાટ પ્રસર્યો છે. આા ગેંગ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવી, હત્‍યાના પ્રયાસો, મારામારી, હદપારી ભંગ સહિતની અનેક ગેરકાયદેસર પ્રવૃતિ જેવા ઓર્ગેનાઇઝ ક્રાઇમના ગુનાઓ નોંઘાયેલા હોવાથી ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઇમરાન ચીપા ગેંગ
ઇમરાન ચીપા ગેંગ

By

Published : Mar 23, 2021, 2:25 PM IST

  • ગુનાખોરીને ડામવા 2016માં રાજય સરકાર ગુજસીટોકનો કાયદો અમલમાં લાવાયો
  • વેરાવળની કુખ્‍યાત ઇમરાન ચીપા ગેંગ સામે જિલ્‍લાનો પ્રથમ ગુજસીટોક હેઠળ ગુનો નોંઘાયો
  • ઇમરાન ચીપાની ગેંગ છેલ્લા દસ વર્ષથી જાહેર શાંતિનો ભંગ કરી રહી હતી

ગીર સોમનાથ : રાજયમાં ગેંગો થકી થતી ગુનાખોરીને ડામવા 2016માં રાજય સરકાર ગુજસીટોકનો કાયદો અમલમાં લાવી હતી. જે કાયદા હેઠળ ગુનાખોરી આચરતા અસામાજીક તત્‍વોને કાયદાનું ભાન કરાવવા પોલીસ વિભાગને અમુક સ્‍વંત્રતા આપવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસે વેરાવળની કુખ્‍યાત ગેંગ ઇમરાન ચીપાની ગેંગ સામે ગુજસીટોક હેઠળ જિલ્‍લાનો પ્રથમ ગુનો નોંઘયો છે.

ઇમરાન ચીપાની ગેંગ છેલ્લા દસ વર્ષથી જાહેર શાંતિનો ભંગ કરી રહી હતી

વેરાવળ સીટી પી.આઇ. ડી.ડી.પરમાર આ અંગે બનેલા ફરિયાદીએ જણાવ્યું હતું કે, ઇમરાન ચીપાની ગેંગ દ્રારા છેલ્લા દસ વર્ષ દરમિયાન વેરાવળ શહેર તથા ગીર-સોમનાથ જિલ્લા વિસ્તારમાં શરીર સબંધી, મિલ્કત સબંધી ગંભીર પ્રકારના ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. તથા મારામારી કરવાના, હત્‍યાના પ્રયાસો કરવાના, જમીન-મકાન મિલ્કત બળજબરીથી પચાવી પાડી પોતાના અંગત આર્થિક લાભ ખાતર ગુના આચરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવૃતિ સતત ચાલું રાખીને જાહેર શાંતિનો ભંગ કરી રહ્યા હતા. આ ગેંગના સભ્‍યો વિરૂદ્ધ અત્‍યારસુઘીમાં 22 જેટલા ગુનાઓ નોંઘાયા હોવાથી ગુજસીટોક હેઠળ ગુનો નોંઘયો છે.

ડી.ડી.પરમારે જણાવ્યું હતું કે, પોલીસે આરોપીઓ

  • ઇમરાન ઉર્ફે ચીપો રહેમાન મુગલ પટ્ટણી
  • અમિત ઉર્ફે બાવો યોગેન્દ્રભારથી ગૌસ્વામી
  • વિરેન્દ્ર ઉર્ફે વીકી હિમંતરાય દવે
  • ઇમરાન ઉર્ફે રોક જુસબ માજોઠીયા

ચારેય આરોપીઓ છેલ્લા દસ વર્ષથી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરી રહેલા હતા. તેઓ સામે પોલીસ ચોપડે 22 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાથી ચારેય વિરૂદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ(G.C.T.O.C) એકટ-2015ની કલમ 3(1)ની પેટા (2) તથા કલમ -3(2) તથા કલમ-3(3) તથા કલમ-3(4) તથા કલમ-1(5) મુજબ નોંધાયેલી છે. આ ગુન્હાની તપાસ સોમનાથ સુરક્ષાના DYSP એમ.ડી.ઉપાધ્યાયને સોંપવામાં આવી છે. હાલ ચારેય આરોપીઓને ઝડપી લેવા પોલીસની ટીમો કામે લાગી છે.

આ પણ વાંચો : સુરત: હિંદુ યુવા વાહિનીના નેતાની હત્યામાં શામેલ આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ


પોલીસ ઇમરાન ચીપાની ગેંગના ગોડ ફાધરો સુધી પહોંચી શકશે ?

પોલીસે જિલ્‍લામાં પ્રથમ ગુજસીટોકનો ગુનો નોંઘ્‍યો પછી લોકોમાં અનેકવિઘ સવાલો સાથે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જે મુજબ શું પોલીસ પડદા પાછળના ઇમરાન ચીપાની ગેંગના ગોડ ફાધરો સુધી પહોંચી શકશે ? કે પછી માત્ર ચાર આરોપીઓ સુધી જ તપાસ સીમિત રહેશે. આ ચારેય આરોપીઓ કોના ઇશારે ગુનાને અંજામ આપતા ? તે માટે કોણ-કોણ જવાબદાર છે ? તે જગજાહેર છે. આ આકાઓમાં પોલીસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ, રાજકીય કે સામાજીક નેતાઓ હોય તેવી શકયતા નકારી શકાશે નહિ.

જૂનાગઢ રેંજમાં પ્રથમ ગુજસીટોકનો ગુનો વેરાવળની ગેંગ સામે નોંઘાયો


2016ની સાલમાં ગુનાખોરીને ડામવા ગુજસીટોકનો કાયદો અમલમાં આવેલો હતો. ત્‍યારથી આજ દિન સુઘીમાં જૂનાગઢ પોલીસ રેન્‍જ હેઠળ આવતા જુનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ જિલ્‍લામાંથી આજે પ્રથમ ગુજસીટોકનો ગુનો સોમનાથ જિલ્‍લાના વેરાવળની કુખ્‍યાત ઇમરાન ચીપા ગેંગ વિરૂદ્ધ ગુનો નોંઘવામાં આવ્‍યો છે. જૂનાગઢ રેંજમાંથી અસામાજીક પ્રવૃતિને જડમુળથી ડામી દેવા પોલીસ વિભાગ કટીબઘ્ધ હોવાનો પરિચય આપ્યા સમાન ગુજસીટોકનો પ્રથમ ગુનો નોંઘવામાં આવ્યો હોવાનું જાણકારો જણાવી રહયા છે.

આ પણ વાંચો : સજ્જુ કોઠારી ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામીને તેના ભાઈ સહિત 5ની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details