થોડા સમયમાં નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. ત્યારે વેરાવળ નગરપાલિકા વેપારીઓ અને બિલ્ડરોને નારાજ કરવા માંગતી નથી. ત્યારે સૌરાષ્ટ્રની જૂની કેહવતની જેમ 'માસ્ટર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં' તેમ નગરપાલિકા ન તો વિકાસાત્મક કાર્ય કરી રહી છે કે ન તો આવી તલવારની ધાર સમાન જર્જરિત ઇમારતોને તોડી પાડવા કામ કરી રહી છે.
વેરાવળના મુખ્યમાર્ગ પર જર્જરિત બિલ્ડીંગનો રવેશ તૂટ્યો, સદ્દનસીબે જાનહાનિ ટળી - Veraval news
ગીર સોમનાથ: જિલ્લાના મુખ્ય મથક વેરાવળના મુખ્ય માર્ગ ટાવર રોડ નજીક આવેલી જર્જરીત બિલ્ડીંગનો રવેશ તૂટી પડ્યો હતો. ત્યારે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ બિલ્ડીંગની આગળના ભાગમાં પાર્ક કરેલું એક સ્કૂટર કાટમાળ વચ્ચે તૂટી પડ્યું હતું.
વેરાવળના મુખ્યમાર્ગ પર જર્જરિત બિલ્ડીંગનો રવેશ તૂટ્યો
ત્યારે જોવાનું એ રહ્યું કે, નગરપાલિકા કોઇ માણસને હાનિ પહોંચે તે પહેલા આ બિલ્ડીંગોનો યોગ્ય નિકાલ કરે છે કે કેમ...