ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની અસર વચ્ચે ફાંફણી ગામમાં બેસણું રાખતા ગામમાં કોરોનાનો વિસ્ફોટ થયો - Corona test

ગીર-ગઢડા તાલુકાના નાનાવાડા અને ફાંફણી ગામોમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. બંન્ને ગામોમાં 10 દિવસમાંથી 20થી વધુ મોત થયા છે. સરકાર તરફથી કોરોના ટેસ્ટની કોઈ વ્યવસ્થા નથી. લોકોમાં ભારે ભયનું વાતાવરણ ઉભું થયું છે.

કોરોના
કોરોના

By

Published : May 16, 2021, 2:02 PM IST

  • નાનવાડા ગામે છેલ્લા એક મહિનાથી કો૨ોનાનું સંક્રમણ વધ્યું
  • બેસણામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયાં
  • માત્ર દસ દિવસમાં નાનાવાડા ગામમાં 12થી 14 મોત થયા

ગીર-સોમનાથ :ગીરગઢડા તાલુકાના નાનવાડા ગામે છેલ્લા એક મહિનાથી કો૨ોનાનું સંક્રમણ શરૂ થયું હતુ. આ દરમિયાન એક સંયુક્ત પરિવારમાં બે મોત થઈ જતાં શોક છવાયો હતો. કોરોનાની અસર વચ્ચે બેસણું રાખવામાં આવ્યું હતુ. જેમાં વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થયા હતાં.

આ પણ વાંચો : રેલવે અને AMCના સંકલનના અભાવે થઈ શકે છે કોરોના વિસ્ફોટ

દસ દિવસમાં નાનાવાડા ગામમાં 12થી 14 મોત થયા

કોરનાનો એવો વિસ્ફોટ થયો કે માત્ર દસ દિવસમાં નાનાવાડા ગામમાં 12થી 14 મોત થયા છે. માણસો ટપોટપ મરવા લાગતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. ડરના માર્યા લોકો સ્વયંભુ કોરોના ગાઈડ લાઈનનો અમલ કરવા લાગતા સ્થિતિ હાલ નિયંત્રણમાં છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા તો આ ગામની ભાળ લીધી નથી. હજુ પણ ટેસ્ટ પ્રક્રિયા થઈ નથી. લોકો રામભરોસે છે.
આ પણ વાંચો : બાલાસિનોરમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 50 કેસ

આરોગ્ય ખાતુ અસરકારક પગલા ન લે તો કોરોનાનો વિસ્ફોટ થાય તેવી સંભાવના
કોડિનાર તાલુકાના સાંગાવાડી નદીને બન્ને કિનારે બે ગામો વસે છે. પૂર્વકાંઠે નાની ફાંફણી અને પશ્ચિમ કાંઠે મોટી ફાંફણીએ બન્ને ગામોની સંયુક્ત ગ્રામ પંચાયત છે. આ બન્ને ગામોમાં 8 મોત થયા છે. જાગૃત લોકો જણાવે છે કે, હજુ લોકોમાં કોરોનાનો જરા પણ ડર નથી. મરણ કે લગ્ન પ્રસંગે માણસો એકઠા થાય છે. જે ભારે ચિંતાજનક છે. આરોગ્ય ખાતુ અને પોલીસ તંત્ર આ ગામોમાં તુરંત અસરકારક પગલા નહીં લે તો કોરોનાનો વિસ્ફોટ થાય તેવી પૂરી સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details