- વેરાવળ પંથકના ખેડુતોને ખાતર, બિયારણ, જંતુનાશક દવા મળી રહેશે
- ગુજરાતની ટોપની સહકારી સંસ્થા ગુજકોમાસોના ડેપોનો શુભારંભ કરાયો છે
- ખેડુતોને તમામ પ્રકારની સુવિધાઓ મળે તે માટે ગોવિંદભાઇ પરમાર સતત પ્રયત્નશીલ હોય છે
ગીરસોમનાથઃ વેરાવળ તાલુકા કાજલી મુકામે આવેલા માર્કેટીંગ યાર્ડમાં અખાત્રીજના પવિત્ર દિવસે ગુજકોમાસોલના ડેપોનો શુભારંભ કરાયો હતો. આ બાબતે ચેરમેન ગોવિંદભાઇ પરમારે જણાવ્યું હતું કે, ખેડુતોને ગુણવત્તાયુક્ત ખાતરો તેમજ સારી કંપનીઓ અને જંતુ નાશક દવાઓ તેમજ કવોલીફાઇડ બિયારણો એક જ જગ્યાએથી મળી રહે તે શુભ આશયથી આ ગુજરાતની ટોપની સહકારી સંસ્થા ગુજકોમાસોના ડેપોનો શુભારંભ કરાયો છે.
કાજલી સ્થિત વેરાવળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ગુજકોમાસોલનો ડેપો શરૂ આ પણ વાંચોઃજૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ
યાર્ડના સમગ્ર ગ્રાઉન્ડમાં આરસીસીનું હેવી ફલોરીંગ કરવામાં આવ્યું છે
કાજલી માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોને તમામ પ્રકારની સુવિધાઓ મળે તે માટે ગોવિંદભાઇ પરમાર સતત પ્રયત્નશીલ હોય છે અને તેઓ સતત યાર્ડમાં જ હાજરી આપે છે. ખેડતોને પોષણક્ષમ ભાવ તેમજ તેમના માલ સામાનનો કોઇ જાતનો બગાડ ન થાય તે માટે યાર્ડની અંદર અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવેલી છે. યાર્ડના સમગ્ર ગ્રાઉન્ડમાં આરસીસીનું હેવી ફલોરીંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃઅમદાવાદની માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને સરકારે 25 હજાર ચોરસમીટર જમીન ફાળવી
માલનો બગાડ ન થાય તે માટે વેપારીની દુકનોની સામે પતરા નાખવામાં આવ્યા છે
માલનો બગાડ ન થાય તે માટે વેપારીની દુકનોની સામે પતરા નાખવામાં આવ્યા છે. વેપારીઓનો માલ સામાન સારી રીતે સાચવી શકાય તે માટે મોટા હેવી ડોમ બનાવવામાં આવ્યા છે. આમ યાર્ડની અંદર ખેડૂતો અને વેપારીઓને પુરતી સુવિધા અને વ્યાજબી ભાવો મળી શકે તેનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. ગુજકોમાસોલના ડેપોનો શુભારંભ કરાવીને એક જ જગ્યાએથી ખાતર અને બિયારણો મળી શકશે, જે ખેડુતો માટે આનંદના સમાચારો છે.