ગુજરાત

gujarat

ETV Bharat / state

CM Rupani: મુખ્યપ્રધાને કર્યા સોમનાથ મહાદેવના દર્શન, ગુજરાતની કલ્યાણ સુખાકારી માટે કરી પ્રાર્થના - Somnath Pradesh BJP Minister Zaveri Thakrar

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી (CM Vijay Rupani) આજે રવિવારે દ્વાદશ જ્યોર્તિલિંગમાંથી પ્રથમ એવા સોમનાથ મહાદેવના (Somnath mahadev) મંદિરમાં સવારે ભક્તિભાવપૂર્વક આરતી અને પૂજન અર્ચન કર્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન કરી ગુજરાતની કલ્યાણ સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

-cm-prayed-to-somnath-mahadev-for-the-welfare-of-gujarat
મુખ્યપ્રધાનએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન

By

Published : Jun 27, 2021, 11:57 AM IST

Updated : Jun 27, 2021, 12:06 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન
  • મુખ્યપ્રધાન સાથે પત્ની અંજલી રુપાણીએ કરી પૂજા અર્ચના
  • રાજકોટના અગ્રણી નીતિન ભારદ્વાજ અને પરિવારજનો પણ જોડાયા

ગીર સોમનાથઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી (CM Vijay Rupani) સોમનાથની 2 દિવસીય મૂલાકાતે છે. ત્યારે આજે રવિવારે સોમનાથ મહાદેવ (Somnath mahadev) ના પ્રવાસે છે. મુખ્યપ્રધાન સાથે તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા છે. વિજય રુપાણી અને અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવની મહાપુજા અભિષેક અને ધ્વજા પૂજા કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યપ્રધાને ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવે જ નહિ અને સૌનું આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તેમજ ગુજરાત સોમનાથ દાદાની કૃપા આશિષથી વિકાસ, પ્રગતિની રાહે સતત આગળ વધી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના કરી હતી.

મુખ્યપ્રધાનએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન

રાજકોટના અગ્રણી નીતિન ભારદ્વાજ અને પરિવારજનો જોડાયા

મુખ્યપ્રધાન વિજય રુપાણી સાથે રાજકોટના અગ્રણી નીતિન ભારદ્વાજ અને પરિવારજનો પૂજા-અર્ચનામાં સહભાગી થયા હતા. પ્રથમ સૌએ ગણેશજીના મંદિરે દર્શન કર્યા હતા. આ પછી સોમનાથ મંદિરના પૂજારી મિથીલેશ દવેએ શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી.

સોમનાથ મંદિર પરિસરમાં સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કર્યું

આ પૂર્વે સોમનાથ મંદિર પરિસરમાં મુખ્યપ્રધાનને શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડાએ સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધામ વિજય રુપાણીની સોમનાથ મુલાકાત દરમિયાન સંસદ સભ્ય રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ અને ઇન્ચાર્જ કલેકટર, અધિક કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃCM Rupani : શાળાઓ ખોલવા બાબતે થોડી રાહ જોવી પડશે

મુખ્યપ્રધાન વિજય રુપાણીની સોમનાથની 2 દિવસીય મુલાકાત દરમિયાન મુલાકાતના પહેલા દિવસ શનિવારે મોટું નિવેદન આપ્યુ હતુ, જ્ણાવ્યુ હતુ કે, શાળાઓ ખોલવા બાબતે થોડી રાહ જોવી પડશે. તેમજ સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે.

Last Updated : Jun 27, 2021, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details