ગુજરાત

gujarat

ETV Bharat / state

ભવાની પ્રાગટ્ય દિવસે વેરાવળ નજીક ઝુંડ ભવાની મંદિરે કરાયો સહસ્ત્ર ચંડી યજ્ઞ

ગીરસોમનાથ: જિલ્લાના ચોરવાડ ગામે આવેલા પૌરાણિક ભવાની મંદિર ખાતે બીજા નોરતાના દિવસે સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામા આવ્યું છે. જે પાંચ દિવસ સુધી ચાલવાનો છે. આ યજ્ઞ માટે 80 જેટલા શાસ્ત્રીઓ બોલાવવામાં આવ્યા છે. જ્યારે દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, અને અમેરિકા જેવા સ્થળોએથી ભક્તો આ યજ્ઞમાં જોડાયા છે.

સહસ્ત્ર ચંડી યજ્ઞ

By

Published : Oct 1, 2019, 8:12 PM IST

ગીરસોમનાથના વેરાવળ નજીક ચોરવાડ ગામે આવેલા પૌરાણિક ભવાની મંદિર ખાતે વસુધૈવ કુટુંમ્બકમની ભાવના સાથે બીજા નોરતાએ ભવાની પ્રાગટ્ય દિવસ નિમિતે પાંચ દિવસીય સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં દેશ-વિદેશમાં વિવિધ સ્થળે રહેતા ભક્તો ભવાની પ્રાગટ્ય દિવસ ઉજવવા ચોરવાડ પહોંચ્યા છે.

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અતિ મહત્વનો ગણાતો દુર્લભ યજ્ઞ કરવા માટે 80 જેટલા શાસ્ત્રીઓ બોલાવવામાં આવ્યા છે. બીજા નોરતાએ ભવાની માતાનો પ્રાગટ્ય દિવસ હોય છે, જેને ધ્યાનમા રાખી અહીં સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ઝુંડ ભવાની મંદિરે સહસ્ત્ર ચંડી યજ્ઞ

આ યજ્ઞમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને અમેરિકાથી પણ ભક્તોએ પોતાનું યોગદાન આપ્યું છે. અહીં 5 દિવસ દરમિયાન 1000 ચંડીપાઠ કરવામાં આવશે અને તેના દશાંશ હોમ દ્વારા સહસ્ત્ર ચંડી પાઠ પૂર્ણ કરવામાં આવશે. તેમજ ધ્વજારોહણ પણ કરવામાં આવશે. આ યજ્ઞની વિશેષતા એ છે કે, યજ્ઞ માત્ર ભારતવર્ષ નહીં પરંતુ સમગ્ર દુનિયાના દરેક પશુ-પક્ષી અને લોકો માટે સુખ માટે કરવામા આવે છે.

પૂજાચાર્ય શાસ્ત્રી યજ્ઞ અંગે જણાવે છે કે, યજ્ઞ એ જીવનને પરમાત્માની સૌથી નજીકની અનુભુતી કરાવનારી ક્રિયા છે. યજ્ઞને સ્વર્ગ સમાન જણાવતા પૂજાચાર્યે શ્રી કૃષ્ણને યજ્ઞના વાયુથી પરજન્ય એટલે કે, વર્ષા કરનારા ગણાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details