સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ બ્રહ્મસમાજનું મહાઅધિવેશન યોજાયું - metting
ગીરસોમનાથઃ સૌરાષ્ટ્ર અને કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના અધિવેશનમાં બ્રાહ્મણ અગ્રણીઓએ બ્રાહ્મણોને કર્મકાંડની સાથે-સાથે ટેકનોલોજી અને અર્વાચીન પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આધુનિક સમય સાથે તાલમાં તાલ મિલાવી અને ચાલવા આહવાન કર્યું હતું.
હરિ અને હર એટલે કે શિવ અને શ્રી કૃષ્ણની ભૂમિમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના બ્રાહ્મણો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના બ્રાહ્મણ અગ્રણીઓએ સાથે મળીને સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે છેલભાઈ જોષી અને ગીરસોમનાથ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે મિલનભાઈ જોષીની નિમણૂક કરી હતી. તો સાથે જ આ અધિવેશનમાં બ્રહ્મસમાજની સૌથી મોટી નબળાઈ માનવામાં આવતી એકતાના અભાવની સમસ્યાને પ્રાથમિકતા આપી અને બ્રાહ્મણ એકતા માટે અધિવેશન પ્રેરણારૂપ બન્યું હતું.