ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ પરિસરમાં યોજાયો દેશભક્તિસભર કાર્યક્રમ - અમૃત મહોત્સવ

જગવિખ્યાત સોમનાથ મંદિરના પરિસરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા કલેકટર અજય પ્રકાશ સહિત અધિકારી અને પદાધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ પરિસરમાં યોજાયો દેશભક્તિસભર કાર્યક્રમ
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ પરિસરમાં યોજાયો દેશભક્તિસભર કાર્યક્રમ

By

Published : Mar 12, 2021, 9:58 PM IST

  • સોમનાથ મહાદેવ પરિસરમાં યોજાયો કાર્યક્રમ
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિસભર કાર્યક્રમ યોજાયો
  • રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત

ગીરસોમનાથઃ આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેનો તા.12 માર્ચ દાંડી યાત્રાના ઐતિહાસિક દિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત જિલ્લાના વડામથક સોમનાથ મંદિરના પરિસરમાં દેશભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી, જિલ્લા કલેકટર અજયપ્રકાશ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ગાંધીજીની ધૂન પર મગ્ન બનેલાં જોવા મળ્યાં હતાં

આ પણ વાંચોઃદાંડીયાત્રા સ્વાભિમાન અને સ્વાવલંબનનું પ્રતિકઃ પ્રહલાદસિંહ પટેલ

સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થીઓ પણ જોડાયાં

આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજી ભજનાવલિ, ભજનો, દેશભક્તિના ગીતો સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં. જેમાં રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ગાંધીજીની ધૂન પર મગ્ન બનેલાં જોવા મળ્યાં હતાં. આઝાદીની લડતમાં બલિદાન આપનાર સ્વાતંત્ર્યસેનાનીઓને યાદ કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં 181 સેવાની ઉત્કૃષ્ટ કામગીરી, 13 હજારથી વધુ મહિલાઓને સંકટમાંથી ઉગારી

ABOUT THE AUTHOR

...view details