- સોમનાથ મંદિરને વિસ્મયકારક પ્રકૃતિદત તરીકેનો એવોર્ડ એનાયત કરાયો
- મંદિરના ટ્રસ્ટી જે.ડી.પરમારને પ્રેરણાદાયી વ્યકિતત્વનો એવોર્ડ એનાયત કરાયો
- અમેરીકન સંસ્થાના પ્રતિનિધિઓએ એવોર્ડ એનાયત કર્યો
ગીર સોમનાથઃ અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવા લોકો અને સંસ્થાને પ્રોત્સાહન આપે છે કે, જેમણે સામાજીક, શૈક્ષણીક તથા પરોપકારી કાર્યો કર્યા હોય અથવા પોતાના ક્ષેત્રમાં ગણના પાત્ર શ્રેષ્ઠ કામગીરી કરી હોય. ત્યારે આ સંસ્થા દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટને તથા ટ્રસ્ટી જે.ડી.પરમારને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અમેરીકન સંસ્થાના પ્રતિનિધિઓ શિવરાત્રીના દિવસે દિને સોમનાથ આવ્યાં હતા. સોમનાથના ઓડીટોરીયમ ખાતે યોજાયેલા સમારોહમાં સંસ્થાના વડોદરાથી દિનેશ બારોટ, અમેરીકા ન્યુજર્સીથી મિહિર બ્રહમભટ, રાજકોટથી ભરતસિંહ પરમારે સોમનાથ ટ્રસ્ટનો એવોર્ડ સેક્રેટરી પી.કે.લહેરીને તથા ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારને એવોર્ડ એનાયત કર્યો હતો.
આ પણ વાંચોઃ સોમનાથ ટ્રસ્ટ કરશે ત્રીજી અને ચોથી સદીની બૌદ્ધ ગુફાઓનો જીર્ણોદ્ધાર, જુઓ વિશેષ અહેવાલ
સોમનાથ ટ્રસ્ટને વિસ્મયકારક પ્રકૃતિદત સુઝ માટે એવોર્ડ એનાયત કરાયો