- સોમનાથ મંદિરે (Somnath Mahadev Temple)સ્વહસ્તે ભક્તો જ કરી શકશે ધ્વજારોહણ
- ધ્વજારોહણ (Flag)માટે શિખર ઊપર ચડવું નહીં પડે
- 151 ફૂટ ઊંચા શિખર ઉપર ધ્વજારોહણ કરવા માટે યાંત્રિક સીસ્ટમ ગોઠવાશે
- ખોડલધામના નરેશ પટેલ નવી સીસ્ટમ તૈયાર કરાવી સોમનાથ મંદિરને અર્પણ કરશે
સોમનાથઃ વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે (Somnath Mahadev Temple) ધ્વજારોહણ કરવા માટે ગોઠવવામાં આવનારી યાંત્રિક સીસ્ટમ એવી છે કે, સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવા માટે શિવભક્તો મંદિરની બહાર જમીન ઉપર ઉભા રહી દોરી પકડી રાખી તેના થકી શિખર ઉપર ધ્વજા (Flag) સ્વહસ્તે ચડાવી શકશે. આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ યાંત્રિક સીસ્ટમથી ચડનારી ધ્વજા શિવભક્તો જાતે જ શિખર સુધી ચડાવી શકશે અને ત્યાંથી શિખર પરથી આગળની ફરકી રહેલ ધ્વજા ફરી નીચે મંદિર પરિસરમાં આવી જશે.
આ સીસ્ટમ ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ દ્વારા સોમનાથ મંદિરને અર્પણ કરવામાં આવશે. આ સીસ્ટમ સોમનાથ મંદિરમાં (Somnath Mahadev Temple) લગાવવા માટે સર્વે થઇ ગયો છે અને તેને સંલગ્ન કામગીરી ચાલી રહી છે. આગામી બેથી ત્રણ માસમાં આ નવી સીસ્ટમ કાર્યરત થઈ જવાની આશા છે. હાલ આ પ્રકારની ધજારોહણ સીસ્ટમ ખોડલધામ ખાતે કાર્યરત છે.
આ પણ વાંચોઃ સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયો સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ
હાલમાં મંદિરના કર્મચારી ધ્વજા ચડાવવા સીડી ઉપર ચડે છે