Somnath News: અમિત શાહે સોમનાથ એપનું લોકાર્પણ અને આરોગ્યધામની કરી જાહેરાત સોમનાથ: સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગૃહ તેમજ સહકારીતા પ્રધાન અમિત શાહ આજે તેમના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આજે તેમના હસ્તે સુવિધા સભર સોમનાથ યાત્રા એપનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.
Somnath News: અમિત શાહે સોમનાથ એપનું લોકાર્પણ અને આરોગ્યધામની કરી જાહેરાત તમામ માહિતીઃ આ એપ સોમનાથ આવતા દર્શનાર્થીઓને દર્શનથી લઈને રહેવા તેમજ પ્રવાસ અંગેની તમામ માહિતી અને દિશા નિર્દેશો પુરા પાડશે આજે સોમનાથ ખાતેથી અમિત શાહે આરોગ્ય ધામની જાહેરાત પણ કરી છે અંદાજિત એકાદ કરોડના ખર્ચે નિર્માણ પામવા જઈ રહેલું સોમનાથ આરોગ્ય ધામનું સંપૂર્ણ સંચાલન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
Somnath News: અમિત શાહે સોમનાથ એપનું લોકાર્પણ અને આરોગ્યધામની કરી જાહેરાત અનેક સુવિધાઓ ઉપલબ્ધ: અમિત શાહે આજે સોમનાથ એપનું લોકાર્પણ કર્યું છે. આ એપ થકી દેશ અને દુનિયાના શિવ ભક્તો મહાદેવના દર્શન કરવાની સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા માટે જે વ્યવસ્થા કરાઈ છે. તેનું બુકિંગ પણ આ એપ મારફતે થઈ શકશે વધુમાં સોમનાથ મંદિર સહિત પ્રભાસે તીર્થ ક્ષેત્રના દર્શનીય સ્થાનોની માહિતી પણ આ એપમાં છે.
Somnath News: અમિત શાહે સોમનાથ એપનું લોકાર્પણ અને આરોગ્યધામની કરી જાહેરાત પ્રસાદનો ઓર્ડર કરી શકાશેઃ જેના કારણે સોમનાથ સહિત અન્ય તિર્થસ્થાનોની માહિતી અને દર્શન કરવા માટે પણ શિવ ભક્તોને સરળતા બની રહે વધુમાં આ એપ થકી ઓનલાઇન દર્શન અને પ્રસાદ તેમજ વસ્ત્ર પ્રસાદના ઓર્ડર પણ શિવ ભક્તો પોતાના ઘરે બેઠા કરી શકશે આ એપ મારફતે સોમનાથ ભાલકાતીર્થ અને રામ મંદિર ના જીવંત દર્શન પણ પ્રત્યેક શિવભક્ત દુનિયાના કોઈ પણ ખૂણા માંથી તેમના ઘરે કે વ્યવસાયના સ્થળ પર બેઠા બેઠા એપ મારફતે કરી શકશે.
Somnath News: અમિત શાહે સોમનાથ એપનું લોકાર્પણ અને આરોગ્યધામની કરી જાહેરાત વાંચન શોખ એપ કરશે પુરા: સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે નવી એપ શરૂ કરવામાં આવી છે તે સોમનાથ મંદિર સાથે જોડતા બસ રેલવે અને હવાઈ યાત્રાની તમામ પ્રકારની માહિતી પણ પૂરી પાડશે વધુમાં આ એપમાં ઈ લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવશે.
વિશેષ વ્યવસ્થાઃ જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને સોમનાથ ટ્રસ્ટને લગતા પુસ્તકો ગુજરાતી હિન્દી અને અંગ્રેજી સહિત દેશની બીજી અન્ય ભાષામાં પણ શિવભક્તો પોતાની અનુકૂળતાએ વાંચી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં આ એપ માં રુદ્રાક્ષની આકૃતિ દ્વારા પણ કોઈ પણ શિવ ભક્ત મહાદેવની માળા કરી શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અંતે દર્શનાર્થીઓ પોતાના પ્રતિભાવો જણાવી શકે તે માટેની વ્યવસ્થા પણ અલગથી રાખવામાં આવી છે.