ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં કોરોનાના કેસ વધ્યા તેમ છતાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ઠપ્પ - Corona Test

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સોમવારે કોરોના નવા 121 કેસ નોંધાયા હતા. આવા સમયે ઉચ્ચ કક્ષાએથી કોરોના ટેસ્ટિંગની કિટ ન આવતા જિલ્લામાં ટેસ્ટિંગની કામગીરી ઠપ્પ રહી હતી.

ગીર સોમનાથમાં કોરોનાના કેસ વધ્યા તેમ છતાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ઠપ્પ
ગીર સોમનાથમાં કોરોનાના કેસ વધ્યા તેમ છતાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ઠપ્પ

By

Published : Apr 27, 2021, 10:47 AM IST

Updated : Apr 27, 2021, 4:18 PM IST

  • સોમવારે જિલ્‍લામાં 3,140 લોકોનું વેક્સિનેશન કરાયું, 44 દર્દી ડિસ્ચાર્જ થયા
  • ઉના સબજેલના 31 કેદીઓને વેક્સિન આપી રક્ષિત કરાયા
  • જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 100ને પાર નોંધાયા



ગીર સોમનાથઃ કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસ દિવસેને દિવસે નવા રેકોર્ડ સર્જી રહ્યા છે ત્‍યારે જિલ્લામાં સોમવારે સતત ચોથા દિવસે કોરોનાના કેસ 100ને પાર છે. જિલ્‍લામાં આજે નવા રેકોર્ડ બ્રેક 121 નવા કેસ નોંધાયા છે, જેમાં વેરાવળમાં 24, સૂત્રાપાડામાં 12, કોડીનારમાં 14, ઉનામાં 25, ગીર ગઢડામાં 13, તાલાળામાં 33 કેસો નોંધાયા છે. આજે જિલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંધાયા નથી. સોમવારે સારવારમાં રહેલા 44 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્‍વસ્‍થ થયા છે.

જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 100ને પાર નોંધાયા
આ પણ વાંચોઃવિસનગરમાં વેપારી વર્ગ માટે રસીકરણ કેમ્પ યોજાયો

જિલ્લામાં 1 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન થયું

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 47 હજાર 556 લોકોને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વધુ 3,140 લોકોનું વેક્સિનેશન પૂર્ણ કરાઈ ચૂક્યુ છે.

ઉના સબજેલના 31 કેદીઓને વેક્સિન આપી રક્ષિત કરાયા
આ પણ વાંચોઃઅમદાવાદના વણી ગામમાં રસીકરણ કરવામાં આવ્યું


ઉચ્‍ચ કક્ષાએથી કોરોના ટેસ્‍ટિંગની કિટ ન અવતા જિલ્‍લામાં ટેસ્‍ટિંગની કામગીરી ઠપ્‍પ રહી

જિલ્‍લામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ છે ત્‍યારે કોરોનાના સામાન્‍ય લક્ષણો જણાતા લોકો ટેસ્‍ટિંગ કરાવવા બહાર નીકળે ત્‍યારે કિટના અભાવે ટેસ્‍ટ કરાવવા માટે જુદા જુદા સ્‍થળોએ ભટકવું પડી રહ્યું છે. આજે ગીર સોમનાથ જિલ્‍લાને ઉચ્‍ચ કક્ષાએથી કોરોના ટેસ્‍ટિંગની કિટો ન ફાળવી હોવાથી જિલ્‍લાભરમાં ટેસ્‍ટિંગની કામગીરી અટકી પડી હતી. કામગીરી અટકી પડી હોવાનો સ્‍વીકાર તંત્રના જવાબદારોએ કરી જણાવ્યું હતું કે, ઉચ્‍ચ કક્ષાએથી ટેસ્‍ટિંગ કિટનો જેટલો જથ્‍થો જિલ્‍લાને ફાળવે તે વસતીની દ્રષ્‍ટીએ તાલુકાઓને ફાળવણી કરવામાં આવે છે. થોડા દિવસોથી માગણી કરતા ઓછી કિટો ઉચ્‍ચ કક્ષાએથી મળી રહી હોવાથી વારંવાર ટેસ્‍ટિંગ બાધિત થઈ રહ્યું છે. ત્‍યારે ગીર સોમનાથ જિલ્‍લાને રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ટેસ્‍ટિંગ કિટનો જથ્‍થો ફાળવે તેવી લોકમાંથી માગણી ઉઠી છે.

સોમવારે જિલ્‍લામાં 3,140 લોકોનું વેક્સિનેશન કરાયું, 44 દર્દી ડિસ્ચાર્જ થયા

ઉના સબજેલના 31 કેદીઓને વેક્સિન અપાઈ

કોરોનાના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર વેક્સિનેશનના કાર્યક્રમને વેગવંતુ બનાવવા સામાજિક સંસ્‍થાઓ અને સમાજને સાથે રાખી કેમ્‍પ કરી રહી છે. જે મુહીમ અંર્તગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઉના સબ જેલના 31 જેટલા કેદીઓને રસી આપી રક્ષિત કરવામાં આવ્યા છે.

Last Updated : Apr 27, 2021, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details