- વેરાવળ સ્થિત દરિયાઈ સંશોધન સંસ્થા દ્વારા સિવિડમાંથી બ્યુટી કોસ્મેટિક સ્ક્રબની ફોર્મ્યુલા તૈયાર કરાઈ
- કોઈપણ જાતના સિન્થેટિક તત્વો વીના નેચરલ રિસોર્સમાંથી સ્ક્રબ તૈયાર કરવામાં આવ્યું
- લોકોના ચહેરા પર વધતી ઉંમરે દેખાતી કરચલીઓ ઘટાડવા સ્ક્રબ તૈયાર કરાયું
ગીર સોમનાથ: યુવાન અને સુંદર દેખાવા માંગતા લોકો માટે ઉપયોગી ફેશ પેક સ્ક્રબ બનાવવાની નવી પેટન દરીયાઇ સૃષ્ટી પર રીસર્ચ કરતી કેન્દ્ર સરકારની CIFT ( સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી રિસર્ચ) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ફેશ પેક સ્કબ પેટન્ટ સી વીડ (દરીયાઇ વનસ્પતિ) અને ફીશ કોલાજાઇન પેપટેકમાં કરાયેલા અનેક સંશોધનો બાદ તૈયાર કરવામાં આવી છે. જે લોકોના ચહેરા પર વધતી ઉંમરે દેખાતી કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ બનશે. તેવો CIFTના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે.
ભારતમાં કોસ્મેટીક (હેલ્થકેર) પ્રોડકટોનું હજારો કરોડોનું માર્કેટ
ભારતમાં કોસ્મેટીક (હેલ્થકેર) પ્રોડક્ટોનું હજારો કરોડોનું માર્કેટ છે. જેમાં દર વર્ષે હજારો કરોડોનો ગ્રોથ પણ જોવા મળે છે. દેશમાં લોકો સુંદર અને જવાન દેખાવવા માટે હેલ્થકેરની પ્રોડક્ટો ખરીદી ઉપયોગ કરવા પાછળ મોટો ખર્ચ કરે છે, ત્યારે વેરાવળમાં કાર્યરત CIFT (સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી રીસર્ચ) એ એક ફેશ પેક સ્ક્રબ બનાવવા અંગે સંશોધન કરી પેટન તૈયાર કરી છે. જે લોકોને જવાન દેખાવવામાં મદદ કરશે. જે અંગે સંસ્થાના વૈજ્ઞાનિક ડો.આશિષ કુમાર ઝા જણાવે છે કે, સી વીડ (દરીયાઇ વનસ્પતિ) અર્ક અને ફીશના કોલાજાઇનપેપટેક એવા બે દરિયાઈ ઉત્પાદનોનો ઉપયોગ કરીને કોસ્મેટીક પ્રોડક્ટ બનાવવાની પેટર્ન તૈયાર કરી છે. જે આગામી સમયમાં દેશના હજારો કરોડના સૌંદર્ય બજારમાં નવી ક્રાંતિ સર્જશે તેવી આશા છે.
વેરાવળ CIFT ના સાયન્ટિસ્ટોની સિદ્ધિ, દરિયાઈ વનસ્પતિમાંથી બ્યુટી કોસ્મેટિક ઝેલની ફોર્મ્યુલા કરાઇ તૈયાર આ પણ વાંચો:HPMC રજૂ કરશે સફરજનું પેક જ્યુસ
માનવીય શરીરમાં વધતી ઉંમરે જરૂરી પૂરતુ પ્રોટીન પૂરૂ પાડતી કોસ્મેટીક પ્રોડક્ટ
તૈયાર કરાયેલુ કોસ્મેટીક પ્રોડક્ટ અંગે વૈજ્ઞાનિક ડો.આશિષ કુમાર ઝા જણાવે છે કે, દરિયાઈ વનસ્પતિ અને ફીશ કોલાજાઇનપેપટેકને મિશ્રિત કરી તૈયાર કરાયેલા પેટર્નમાંથી બનનાર ફેસ પેક સ્ક્રબ વધતી ઉંમરે લોકોના ચહેરા પર જોવા મળતી કરચલીઓ ઘટાડવામાં સક્ષમ છે. જેથી તેને વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો માનવામાં આવે છે. લોકોના વૃદ્ધત્વ સાથે ચહેરા પર કરચલીઓ જોવા મળતી શરૂ થાય છે. કારણ કે, માનવીય શરીરને વધતી ઉંમરે ઓછું પ્રોટીન મળતુ હોય છે. ત્યારે ફીશના કોલેજીયન અને સીવીડમાં રહેલા તત્વો માનવીય શરીરમાં વધતી ઉંમરે જરૂરી પૂરતુ પ્રોટીન ઉત્પન્ન કરી પ્રતિરોધક બનાવે છે.
કોસ્મેટીક પ્રોડકટ
"આ ફેસપેક એક વખત ચહેરા પર લગાવ્યા બાદ ચમકવા લાગશે અને તેના નિયમિત ઉપયોગથી ચહેરા પરની કરચલીઓ ઘીમે ઘીમે ઓછી થશે. જેથી લોકોના ચહેરા પરથી તેની ઉંમરનું કોઈ અનુમાન નહી કરી શકે. ભારતમાં ફીશ કોલાજાઇનપેપટેક અને સી વીડ આધારિત કોસ્મેટીક પ્રોડકટ ઘણી ઓછી મળે છે. ફીશમાંથી તૈયાર કરાયેલા કોસ્મેટીકની આ પ્રોડક્ટ હાનિકારક ન હોવાની સાથે પ્રિઝર્વેટિવ્સથી મુક્ત છે અને ખૂબ સસ્તામાં મળતી હોવાનો દાવો વૈજ્ઞાનીક આશિષ કુમાર ઝાએ કર્યો હતો.
કોસ્મેટિક ઉદ્યોગ માટે મોટી ભૂમિકા ધરાવેદરીયાઇ વનસ્પતિ
વૈજ્ઞાનિકો વર્ષોથી માછલી કોલાજાઇનપેપટેક પર કામ કરી રહ્યા છે અને તેના ફાયદા વિશ્વભરમાં વિવિધ સંશોધનો દ્વારા સાબિત થયા છે. જેથી ઘણા ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટીક ઉદ્યોગો પોતાની પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે CIFT એ સંશોધન થકી સીવીડ અર્ક (દરીયાઇ વનસ્પતિ) પણ ઉમેર્યુ છે. જે કોસ્મેટિક ઉદ્યોગ માટે મોટી ભૂમિકા ધરાવે છે. જેથી અમોએ તેને વિવિધ ટકાવારી અને પછી ત્વચાની સુસંગતતા સાથે અજમાવી છે. દેશમાં મોટાભાગની કોસ્મેટીક કંપનીઓ કુદરતી સૌંદર્ય પ્રસાધનો માટે પ્રાણીઓના અર્કનો ઉપયોગ કરે છે.
માછલીના કોલાજાઇનપેપટેકનો પાવડર
તાજેતરમાં જ CIFT એ આ કોસ્મેટીક પ્રોડક્ટ બનાવવાની પેટન (ટેકનોલોજી)ને પોરબંદર સ્થિત કોલાજાઇનપેપટેક ઉત્પાદક કરતી કંપન ને એક વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવા માટે સરકારના નિયમો મુજબ એમઓયુ કરી આપી છે. આ કંપની વેરાવળ, પોરબંદર, માંગરોળ, ઓખા અને દ્વારકાના દરીયાઇ વિસ્તારોમાંથી માછલી (ફીશ)નું કોલેજીયન ખરીદ કરે છે. અને દક્ષિણ કોરીયા, થાઇલેન્ડ, જાપાન સહિતના અનેક દેશોમાં મોટી માત્રામાં નિકાસ કરે છે. આ દેશો માછલીના કોલાજાઇનપેપટેકનો પાવડર બનાવવામાં ઉપયોગ કરી ખાદ્ય સ્વરૂપમાં અને જુદા-જુદા ફાર્માસ્યુટીકલ અને કોસ્મેટિક પ્રોડક્ટસ બનાવવામાં કરે છે.
આ પણ વાંચો:તાલાલાની મધમીઠી કેસર કેરીનો સ્વાદ હવે ઈટલીના લોકો માણશે, દરિયાઈ માર્ગે 15 હજાર બોક્સ રવાના
સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ફાયદેમંદ ફોર્મ્યુલા
CIFT (સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી રીસર્ચ) ના વૈજ્ઞાનિક ડો. આશિષ કુમાર ઝા ના જણાવ્યા મુજબ આ ફોર્મ્યુલા ના માધ્યમ થી પ્રોડક્ટ બનાવવા માટે કોઈ મોટા આર્થિક રોકાણ ની જરૂર રહેતી નથી માટે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે આ પ્રોડક્ટ તૈયાર કરવી સાનુકૂળ રહેશે.જેથી જે કોઈ આ ફોર્મ્યુલા આધારે બ્યુટી કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવા તૈયારી દાખવસે તે તમામ ને CIFT દ્વારા સરકાર ના નીયમો અનુસાર આ ફોર્મ્યુલા આપવા માં આવશે.
દરીયાઇ ખેતીનું નવું મોટું માર્કેટ દેશને મળશે
અત્રે નોંઘનીય છે કે, કેન્દ્ર સરકાર અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકવાર દરીયાઇ ખેતી (બ્લયુ રીલોવેશન) પર કામ કરી તેના થકી થતા ફાયદાઓ લોકો સમક્ષ લાવવા જણાવેલ છે. જો તેના ફાયદાથી લોકો વાકેફ થશે. તો દરીયાઇ ખેતીનું નવું મોટું માર્કેટ દેશને મળશે. તેવી સંભાવના છુપાયેલી છે. જેથી વડાપ્રધાન મોદીની વિનંતી બાદ CIFT (સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી રીસર્ચ) દ્વારા દરીયાઇ વનસ્પતિ, ખેતી અને જળચર પ્રાણીઅો અંગે અનેક સંશોઘનો શરૂ કર્યા છે. જેના ભાગરૂપે ફેસ પેક સ્ક્રબની પેટન તૈયાર કરાઇ હોવાનું જાણવા મળેલ છે.
ફોર્મ્યુલાની વિશેષતા....
- સીવીડ અર્ક (દરીયાઇ વનસ્પતિ) સાથે મિશ્રિત કરાયેલા ફીશ કોલેજીયનમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો હોવાનું તારણ સંશોધનમાં સામે આવેલા છે.
- જેથી 2 દરીયાઇ ઉત્પાદનોને મિશ્રિત કરી બનાવાયેલા ફેસપેક લોકોને સદાબહાર યુવાન રાખવામાં મદદ કરી શકે છે.
- આ દરિયાઈ ઉત્પાદનો મિશ્રણમાંથી બનાવેલ ફેસપેક ચહેરાની ચમક, કરચલીઓ રોકવામાં મદદ કરશે.
- વર્તમાનમાં દેશની બજારમાં મળતી બ્યુટીકેરની કોસ્મેટીક પ્રોડક્ટસ એનિમલ કોલેજીયનમાંથી બને છે.
- માછલી કોલેજન ત્વચાને શરીરમાં એમિનો એસિડ બનાવવાનું શરૂ કરવામાં મદદ કરે છે જે વય સાથે ધીમું પડે છે.