સોમનાથઃ ભારતની દેવ ભાષા તરીકે જાણીતી સંસ્કૃત ભાષા (Sanskrit language )હવે દેશ અને વિદેશના સીમાડાઓ ઓળંગી રહી છે. સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વેની સંસ્કૃત ભાષા આજે વિદેશીઓમાં અભ્યાસને લઈને પસંદગીની બની રહી છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં(Somnath Sanskrit University )થાઈલેન્ડની વિદ્યાર્થીની અને ઈરાનનો વિદ્યાર્થી સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરવા માટે અહીં પહોંચ્યા છે બન્ને વિદેશી વિદ્યાર્થી ભારતની સાંસ્કૃતિક ધરોહર સમી સંસ્કૃત ભાષા પ્રત્યે લગાવ હોવાને કારણે તેઓ દેશના સીમાડા ઓળંગીને સંસ્કૃતમાં શિક્ષણ મેળવી રહ્યા છે.
આ પણ વાંચોઃ57 વર્ષોથી સંસ્કૃતિ જતનનો યત્ન, અહીં કરી શકો છો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ, જાણો કેન્દ્ર વિશે
સંસ્કૃતિ ભાષાએ ઓળંગ્યા દેશના સીમાડા -સાડા ત્રણ હજાર વર્ષ કરતા પણ જૂની અને જેને ભારતની (student from Thailand and student from Iran)દેવ ભાષા તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મળી છે તે ભાષામાં શિક્ષણ મેળવવા માટે હવે વિદેશના વિદ્યાર્થીઓ આકર્ષિત થઈ રહ્યા છે. રાજ્યની પ્રથમ અને એક માત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં હાલ થાઈલેન્ડની વિદ્યાર્થીની અને ઈરાનનો વિદ્યાર્થી દેવ ભાષા સંસ્કૃતમાં અભ્યાસ કરી રહ્યા છે. પાછલા કેટલાક વર્ષોથી સંસ્કૃતમાં અભ્યાસ કરવાને લઈને વિદેશના વિદ્યાર્થીઓ ખૂબ આકર્ષિત થઈ રહ્યા છે.
10 થી 15 જેટલા વિદ્યાર્થીઓ: દર વર્ષે 10 થી 15 જેટલા વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં અભ્યાસ માટે પોતાની ઈચ્છા દર્શાવે છે. પરંતુ કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિને આધીન પસંદગી પામેલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. જે અંતર્ગત બે વર્ષ પહેલાં ઈરાનનો વિદ્યાર્થી ફરસાદ સાલેહજેદી સંસ્કૃતમાં અભ્યાસ માટે આવ્યો છે, તો બીજી તરફ થાઈલેન્ડની હ્યુ બોન્સિરી સોકરી નામની વિદ્યાર્થીની પણ હાલ સંસ્કૃતમાં અભ્યાસ કરી રહી છે.
આ પણ વાંચોઃદેવ ભાષા સંસ્કૃતનું થઈ રહ્યું છે ડીજીટલાઈઝેશન કોણે શરૂ કરી કામગીરી....
વિદેશી વિદ્યાર્થીઓને સંસ્કૃતથી લગાવ -ઈરાનનો ફરસાદ સાલેહ જેદી અને થાઈલેન્ડની હ્યુ બોન્સિરી સોકરી ભારતની સંસ્કૃત ભાષાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. તેને કારણે જ થાઈલેન્ડ અને ઈરાનથી અહીં સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરવા માટે આવી પહોંચ્યા છે. થાઈલેન્ડની વિદ્યાર્થીની હ્યુ બોન્સિરી સોકરી અહીં સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરવા આવી છે, ત્યારે પ્રારંભિક સમયમાં તેને ભાષાને લઈને અનેક મુશ્કેલીઓ પડી હતી પરંતુ યુનિવર્સીટીના શિક્ષકો અને તેની સાથે અભ્યાસ કરતા તેમના સહપાઠીઓ દ્વારા તેને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પ્રેરણા બળ પૂરું પાડ્યું હતું. આ વિદ્યાર્થીની સંસ્કૃતિ ભાષામાં અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરીને તેના વતન થાઈલેન્ડમાં અધ્યાપક તરીકે કામ કરવાની ઈચ્છા ધરાવે છે. વધુમાં આ વિદ્યાર્થીની તેના દેશમાં સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે તે માટે અન્ય ભાષાઓનું સંસ્કૃત ભાષામાં ટ્રાન્સલેશન કરવાની યોજના પણ બનાવી રહી છે.
ઈરાનનો વિદ્યાર્થી સંસ્કૃત ભાષાને સંસ્કૃતિ તરીકે અપનાવશે -ઈરાનનો વિદ્યાર્થી ફરસાદ સાલેહજેદી સંસ્કૃતથી એટલો બધો પ્રભાવિત છે કે તેણે ભારતના સંસ્કૃત ભાષામાં લખાયેલા ધર્મગ્રંથો રામાયણ વેદ મહાભારત ઉપનિષદ સહિત સંસ્કૃતના પંડિતો દ્વારા લખવામાં આવેલા ધર્મગ્રંથોથી ખૂબ પ્રભાવિત થયો છે. જેને કારણે તે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવા માટે ઈરાનથી ગુજરાત આવ્યો છે તે માને છે કે સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ સંસ્કૃત ભાષા પ્રારંભિક સમયમાં મુશ્કેલ લાગી શકે છે. એક વખત સંસ્કૃતનો અભ્યાસ અને મહાવરો શરૂ કરી દીધા બાદ કોઈપણ વ્યક્તિ બિલકુલ સરળતાથી સંસ્કૃત ભાષા લખી વાંચી અને બોલી શકે છે.