- 2 ઉદ્યોગો માટે તંત્ર બનાવવા માંગે છે બ્રોડગેજ રેલ લાઇન
- 3 તાલુકાના ખેડૂતોની જમીન થશે સંપાદિત
- 600 ખેડૂતો થશે જમીન વિહોણા
- SDM કચેરી વેરાવળ ખાતે થઈ બેઠક
ગીર સોમનાથ : જિલ્લામાં આવેલ મહાકાય ખાનગી ઉદ્યોગો માટે નવી રેલ્વે લાઈન વિવાદને મામલે બીજી બેઠક મળી હતી. જેમાં પ્રાંત કલેક્ટર તેમજ રેલ્વે અધિકારી અને ખેડુત આગેવાનો વચ્ચે લાંબી ચર્ચાઓ થઇ હતી. 2012 થી રેલ્વે લાઈન નવી નાખવાના તંત્રના પ્રયાસોનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. 3 તાલુકાના 19 ગામોને સ્પર્શતી આ સમસ્યામાં 1100 ખેડુતોને અસર કરે છે. જેમાં 450 થી વધુ ખેડૂતો ટૂંકી જમીન હોવાના કારણે ખેતી વિનાના થાય તેવો આક્ષેપ ખેડુતોએ કર્યો હતો. આ બેઠકમાં કલેક્ટરે ખેડૂત આગેવાનોને જણાવ્યું હતું કે, ખેડૂતો આ લાઈનનો સર્વે કરાવવા દે બાદમાં ખેડૂતો ખેતરોના નુકશાનના સર્વે રીપોર્ટ આવ્યા બાદ રેલ્વે વિભાગ દ્વારા જૂની હયાત વેરાવળ કોડીનાર મીટરગેજ લાઈનને બ્રોડગેજ બનાવવા બાબતે પણ વિચારણા કરશે તેવી ચર્ચા કરાઇ હતી.