ગીર સોમનાથમાં વેલેન્ટાઈન ડે ઉપર આદ્રી ગામે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જે દિવસે પ્રેમીઓ એકબીજાને સાથે રેહવાનું વચન આપતા હોય છે તેજ દિવસે આદ્રી ગામે સમૂહ લગ્નથી 37 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. આ સાથે જ પુલવામામાં શહીદોને યાદ કરી, CAA અને NRCનું સમર્થન કરી આ લગ્ન એક અનોખો લગ્ન તરીકે ઉભરી આવ્યા હતા.
ગીર સોમનાથમાં સમૂહ લગ્નઃ 37 યુગલોએ પાડ્યા પ્રભુતામાં પગલા - Girosamnath news
વેલેન્ટાઈન ડે ઉપર આદ્રી ગામે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહ લગ્નમાં કુલ 37 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સાથે જ આ દંપતીઓએ પુલવામામાં થયેલા શહીદોને યાદ કરી, CAA અને NRCનું સમર્થન કર્યું હતું.
ગીર સોમનાથ
એક તરફ આપણી સનાતન સંસ્કૃતિમાં વેલેન્ટાઈન ડે ઉજવવો કે કેમ તેવા પ્રશ્નો સામે આવતા હોય છે, ત્યારે આદ્રી ગામે વેલેન્ટાઈન ડે એવી રીતે ઉજવાયો કે, જેનાથી સનાતન સંસ્કૃતિમાં માનનાર લોકો પણ ખુશ થાય. અહીં 37 યુગલ લગ્નગ્રંથીથી જોડાયા હતા. ત્યારે વિવાહ થનાર યુવક યુવતીઓ અને આયોજકોએ ઉત્સાહથી આ તારીખ હંમેશા યાદ રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
Last Updated : Feb 15, 2020, 3:00 AM IST